બિહારના આરામાં એક માતાને પોતાની દીકરીના પ્રેમ પ્રસંગમાં દખલઅંદાજી કરવાની મોંઘી પડી ગઇ. ઘરથી ફરાર દીકરી પોતાના પ્રેમી સાથે લગ્ન કરીને આધારકાર્ડ માગવા માતા પાસે પહોંચી. જ્યારે માતાએ આ સંબંધનો વિરોધ કર્યો તો કળયુગી દીકરીએ પોતાના પ્રેમી સાથે મળીને માતાને મારવાની શરૂઆત કરી દીધી અને પ્રેમી કપલ અને માતા વચ્ચે હાઇ વૉલ્ટેજ ડ્રામાને જોવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી. આ દરમિયાન માતા અને દીકરી બંને ગાળાગાળી કરતી એક-બીજા પર થપ્પડોનો વરસાદ કરતી નજર પડી.
આ ડ્રામા બાદ ત્યાં થોડા સમય માટે અફરાતફરીનો પણ માહોલ કાયમ થઈ ગયો. જો કે, ત્યારબાદ સ્થાનિક લોકોએ પ્રેમી યુગલ અને લાચાર માતાને કોઈક રીતે સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આરા શહેરની આનંદ નગરની રહેવાસી રજની કુમારી (ઉંમર 18 વર્ષ)ને પટના જિલ્લાના શાલિમપુર અહરા ગામના રહેવાસી રાજેન્દ્ર (ઉંમર 25 વર્ષ) સાથે રોંગ નંબર પર વાત કરતા પ્રેમ થઈ ગયો અને વાત લગ્ન સુધી પહોંચી ગઈ અને બંનેએ પરિવાર વિરુદ્ધ જઈને લગ્ન પણ કરી લીધા.
ત્યારબાદ બંને પરિવારથી અલગ થઈને પટનામાં જ રહેવા લાગ્યા. આ દરમિયાન છોકરીને આધાર કાર્ડની જરૂરિયાત પડી અને તેણે પોતાની માતા પાસે આધાર કાર્ડ માગ્યો. જેને લેવા માટે તે આરા સદર હૉસ્પિટલમાં ઉપસ્થિત પોતાની માતા પાસે પહોંચી હતી. ત્યારે માતા અને દીકરી વચ્ચે વિવાદ શરૂ થયો અને બંને વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ અને બીજી તરફ પ્રેમી રાજેન્દ્રનું કહેવું માનીએ તો તેમનો પ્રેમ સંબંધ લગભગ એક વર્ષથી ચાલી રહ્યો હતો. બંને લગ્ન પણ કરી ચૂક્યા હતા.
તેની જાણકારી પ્રેમિકાની માતાને પણ છે અને તેણે જ તેને મારા ઘરે લાવીને છોડી હતી. આજે જ્યારે મારી પ્રેમિકાનો આધાર કાર્ડ લેવા પોતાની માતાને ત્યાં પહોંચી તો તેની માતા હોબાળો કરતી મારામારી કરવા લાગી. જ્યારે છોકરીનું કહેવું માનીએ તો તે મરજીથી લગ્ન કરીને પોતાના પ્રેમી સાથે રહે છે અને તે હવે પોતાના પિયર જવા માગતી નથી. તો છોકરીની માતાનું કહેવું છે કે, તેની દીકરીએ ઘરની નાક કપાવી નાખી, હવે એવી દીકરીને અમે નહીં રાખી શકીએ. તેની જે મરજી હોય એ કરે. મારો તેની સાથે હવે કોઈ સંબંધ નહીં રહે અને હાલમાં પ્રેમી કપલ લાચાર માતા વચ્ચે થયેલી મારામારી બાદ લોકો જાત-જાતની વાતો કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.