Stock Market Algo Trading: શેરબજારમાં રુપિયા કમાવવા કોણ નથી ઈચ્છતું? પરંતુ એ માટે જે ચોક્કસાઈ અને ગણતરી જોઈએ તેમાં મોટાભાગે ભલભલા ખોટા પડે છે. તેવામાં આ ટેક્નોલોજી એવી છે જે તમને શેરબજારમાં રુપિયા ગૂમાવવાના ડરથી બહાર કાઢે છે.શેર બજારના રોકાણકારોને દરરોજ નવા પડકારો અને નવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પૈસા કમાવા માટે ઇન્વેસ્ટરને ખૂબ ભેજું પણ દોડાવવું પડે છે. એક
દિવસ નફો અને બીજા દિવસે ભારે નુક્શાન એ શેર બજારની વાસ્તવિકતા છે, પરંતુ હવે તમારી આ સમસ્યાનું નિરાકરણ ટેકનોલોજી દ્વારા થઇ શકે છે, જેને એલ્ગો ટ્રેડિંગ અથવા ઓટોમેટિક ટ્રેડિંગ અથવા બ્લેક બોક્સ ટ્રેડિંગ તરીકે ઓળખવામાં આવે છે. તેને હાઈ ફ્રિકવન્સી ટ્રેડિંગ (HTF) પણ કહેવામાં આવેરોકાણકારોમાં હાલ એલ્ગો ટ્રેડિંગ ખૂબ લોકપ્રિય બની રહ્યું છે. જોકે તેનો ઉપયોગ મોટાભાગે ખૂબ મોટા બ્રોકરેજ હાઉસીસ દ્વારા કરવામાં આવે છે, પરંતુ હવે તે રિટેલ રોકાણકારોમાં પણ ખૂબ પ્રખ્યાત બની રહ્યું છે. અમુક બ્રોકરેજ હાઉસના દાવા અનુસાર, જો તમે આ ટેકનિકની મદદથી બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો નુક્શાન થવાની શક્યતા ઘણી ઓછી છે. જોકે ઝીરોધાના ફાઉન્ડર નીતિન કામતનું કહેવું છે કે, કેટલાક કિસ્સામાં એલ્ગો ટ્રેડિંગમાં પણ નુક્શાન થાય છે, પરંતુ તેમાં આપવામાં આવતા મોટા ભાગના અંદાજો સાચા હોય છે.શું છે એલ્ગો ટ્રેડિંગ? – એલ્ગો એટલે કે એલ્ગોરિધમ, જે કમ્પ્યુટર પ્રોગ્રામ્સની મદદથી શેર પસંદ કરવામાં મદદ કરે છે. આ સોફ્ટવેરમાં માર્કેટ ટ્રેડિંગ માટેની ફોર્મ્યુલાઓ પૂર્વ-નિર્ધારિત હોય છે અને આ ધોરણોને પૂર્ણ કરતા સ્ટોકને ઓટોમેટિકલિ કમ્પ્યુટર પ્રોગ્રામ દ્વારા ખરીદવાનો ઓર્ડર આપવામાં આવે છે. જેથી તમારે નફો પ્રદાન કરતા શેરોને શોધવા માટે સમય બગાડવાની કે ભેજામારી કરવાની આવશ્યકતા નહીં રહે.આ રીતે બચાવશે તમારું નુક્શાન – એલ્ગો ટ્રેડિંગ સંપૂર્ણપણે મશીન આધારિત કેલ્ક્યુલેશન હોવાથી રોકાણકારનું સેન્ટિમેન્ટ ટ્રેડિંગને અસર કરતું નથી. દાખલા તરીકે, શેરોની પસંદગી તમારા સેન્ટિમેન્ટ પર આધારિત નહીં, પરંતુ માર્કેટના ટ્રેન્ડના આધારે હશે. આ ટેકનિકનો ઉપયોગ કરીને તમે આવનારા સમયમાં ઘટાડાની શક્યતાઓ ધરાવતા સ્ટોક્સથી બચી શકો છો. ઘણીવાર રોકાણકારો પોતાના સેન્ટિમેન્ટના આધારે ખોટા શેરો પસંદ કરે છે અને નુક્શાન કરી બેસે છે.રીતે બચાવશે તમારું નુક્શાન – એલ્ગો ટ્રેડિંગ સંપૂર્ણપણે મશીન આધારિત કેલ્ક્યુલેશન હોવાથી રોકાણકારનું સેન્ટિમેન્ટ ટ્રેડિંગને અસર કરતું નથી. દાખલા તરીકે, શેરોની પસંદગી તમારા સેન્ટિમેન્ટ પર આધારિત નહીં, પરંતુ માર્કેટના ટ્રેન્ડના આધારે હશે. આ ટેકનિકનો ઉપયોગ કરીને તમે આવનારા સમયમાં ઘટાડાની શક્યતાઓ ધરાવતા સ્ટોક્સથી બચી શકો છો. ઘણીવાર રોકાણકારો પોતાના સેન્ટિમેન્ટના આધારે ખોટા શેરો પસંદ કરે છે અને નુક્શાન કરી બેસે છે.રોકાણકારો માટે સરળ બનશે ટ્રેડિંગ – એલ્ગો ટ્રેડિંગની મદદથી રોકાણકારો વગર મહેનતે શેરબજારમાંથી નફો કમાઇ શકે છે. આ ટેકનિક ટ્રેડિંગના 2 સરળ સ્ટાન્ડર્ડને ફોલો કરે છે. તે સ્ટોકની 50 દિવસની મૂવમેન્ટ પર નજર રાખે છે. તેમાં ઘટાડા અને ઉછાળાના આંકડાને ફોલો કરીને જે પણ સ્ટોકમાં નફાની સંભાવનાઓ લાગે છે, તેમાં કમ્પ્યુટર આપમેળે ઓર્ડર મૂકી દે છે. તેથી રોકાણકારોને લાઇવ પ્રાઇસ કે ગ્રાફ જોવાની કે સ્ટોકનું એનાલિસિસ કરવાની ઝંઝટ રહેતી નથી.એલ્ગો ટ્રેડિંગ આ 3 સ્ટોક્સ પર આપી રહ્યું છે ઓર્ડર – આજે માર્કેટના કુલ ટ્રેડના 50 ટકા સુધી હાઈ ફ્રિકવન્સી ટ્રેડિંગ પહોંચી ગયું છે, પરંતુ તાજેતરમાં ત્રણ કંપનીઓના નામ ખાસ આની સાથે જોડાઇને સામે આવ્યા છે. જેમાં Snowman Logistics, Mangalam Drugs અને Deepak Fertilizersનો સમાવેશ થાય છે. આ કંપનીઓના શેર પણ 52 સપ્તાહની ઊંચી સપાટીને સ્પર્શી ગયા છે. આ કંપનીઓને એલ્ગો ટ્રેડિંગ તરફથી સૌથી વધુ ઓર્ડર મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બજારમાં આ કંપનીઓનું પર્ફોમન્સ ખૂબ સારું રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.