સતત ઘટતા શેરમાં હવે જોવા મળશે તેજીનો રાઉન્ડ, બ્રોકરેજે કહ્યું- 1 શેર પર 400 રૂપિયાથી પણ વધારે કમાણી

બજારના ઘટાડાની વચ્ચે Kajaria Ceramicsના શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. શેર 19 માર્ચના રોજ એનએસઈ પર 10.85 રૂપિયાના ઘટાડાની સાથે 1,188 રૂપિયાના ભાવ પર બંધ થયા છે.

નવી દિલ્હીઃ શેરબજારમાં આ દિવસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી ગઈકાલે લાલ નિશાનમાં બંધ થયા છે. આ દરમિયાન બજારમાં ઘણી મોટી કંપનીઓના શેરોમાં પણ ઘટાડો આવ્યો છે. આ ઘટાડાની વચ્ચે એક્સપર્ટની સલાહ છે કે, ઈન્વેસ્ટર્સ પેનિંક સેલિંગ ન કરો. સાથે જ બ્રોકરેજ હાઉસ દ્વારા આ ઘટાડાની વચ્ચે ઘણી કંપનીઓના શેરને ખરીદવાની સલાહ છે અને સાથે જ ટાર્ગેટ પણ આપવામાં આવ્યા છે.

News18 Gujarati

0205

શેરમાં ઘટાડો- બજારના ઘટાડાની વચ્ચે Kajaria Ceramicsના શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. શેર 19 માર્ચના રોજ એનએસઈ પર 10.85 રૂપિયાના ઘટાડાની સાથે 1,188 રૂપિયાના ભાવ પર બંધ થયા છે. જ્યારે, ગત ઘણા સમયથી શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. એક મહિનાની અંદર શેર 4 ટકાથી વધારે ઘટ્યા છે.

જાહેરાત

0305

આટલી છે હાઈ?- ગત 6 મહિનામાં પણ શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. શેરમાં ગત 6 મહિનામાં 12 ટકાથી વધારે ઘટાડો જોવા મળ્યો છે. જો કે, ગત એક વર્ષની તુલના કરવામાં આવે તો શેરમાં 1 વર્ષની અંદર 13 ટકાનું રિટર્ન મળ્યું છે. NSE પર શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 1,523.80 રૂપિયા અને શેરની નીચી સપાટી 1006.50 રૂપિયા છે.

જાહેરાત

0405

કેટલો આપ્યો ટાર્ગેટ?- મોતીલાલ ઓસવાલે કજારિયા સેરામિક્સના શેરમાં ખરીદીની સલાહ આપી છે. પોતાના રિસર્ચ રિપોર્ટમાં બ્રોકરેજે કહ્યું કે, રિયલ એસ્ટેટ સેક્ટરમાં મજબૂત માંગ અને નિર્માણ ગતિવિધિઓમાં વૃદ્ધિથી નાણાકીય વર્ષ 2015માં ટાઈલ્સની ખરીદીમાં સુધારો થવાની આશા . આ ઉપરાંત, તેણે મોરબી, ગુજરાતમાં ટાઈન્સ વિનિર્માણ સુવિધાના અધિગ્રહણની જાહેરાત કરી, જેની ક્ષમતા 6 MSM છે. કંપની બાથવેર અને પ્લાયવુડ સેગમેન્ટમાં પણ ક્ષમતાઓનો વિસ્તાર કરી રહી છે. તેની સાથે જ બ્રોકરેજ હાઉસ દ્વારા શેર પર 1,600 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.