પહેલીવારમાં જ 1 બોનસ શેર પર 7 બોનસ શેર આપવાની કરી જાહેરાત, આ કંપની રોકાણકારોને બનાવી દેશે ધનવાન

સનસાઈન કેપિટલ લિમિટેડના 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 1 શેરને 10 હિસ્સામાં વહેંચવામાં આવશે. ત્યારબાદ શેરોની ફેસ વેલ્યૂ ઘટીને 1 રૂપિયા પ્રતિ શેર રહી જશે.નવી દિલ્હીઃ સનસાઈન કેપિટલ લિમિટેડે બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ તેના માટે રેકોર્ડ ડેટ પણ નક્કી કરી દીધી છે. રેકોર્ડ ડેટ આગામી સપ્તાહમાં જ છે. જાણકારી અનુસાર, કંપનીના શેરોનો ભાવ 300 રૂપિયાથી પણ ઓછો છે.ક્યારે છે રેકોર્ડ ડેટ?- સનસાઈન કેપિટલ લિમિટેડના 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 1 શેરને 10 હિસ્સામાં વહેંચવામાં આવશે. ત્યારબાદ શેરોની ફેસ વેલ્યૂ ઘટીને 1 રૂપિયા પ્રતિ શેર રહી જશે. જ્યારે, કંપનીએ 1 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 1 શેર પર 7 બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ સ્ટોક સ્પ્લિટ અને બોનસ ઈશ્યૂ માટે 8 માર્ચ 2024ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે.શેરબજારમાં કેવું પ્રદર્શન?- શનિવારે 2 ટકાનું અપર સર્કિટ લાગ્યા બાદ કંપનીના શેરોનો ભાવ 278.60 રૂપિયાના સ્તર સુધી પહોંચ્યો હતો. ગત એક મહિના દરમિયાન કંપનીના શેરોની કિંમતમાં 48 ટકાથી વધારેની તેજી જોવા મળી છે. જ્યારે, 6 મહિનામાં શેરને હોલ્ડ કરનારા રોકાણકારોને હજુ સુધી 552 ટકાનો ફાયદો થયો છે.

શેરબજારમાં કંપનીની 52 સપ્તાહની હાઈ 278.60 રૂપિયા અને 52 સપ્તાહની નીચી સપાટી 34.49 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીની માર્કેટ કેપ 362.76 કરોડ રૂપિયાની છે. જાણકારી અનુસાર, કંપની પહેલીવાર બોનસ શેર આપવા જઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.