શેરમાર્કેટમાં છેલ્લા ઘણા સમયથી ઉથલપાથલ જોવા મળી, રોકાણકારોને 8000000000000 રૂપિયાનો ફાયદો..

શેરમાર્કેટમાં છેલ્લા ઘણા સમયથી ઉથલપાથલ જોવા મળી રહી છે. બજેટ બાદ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. બુધવારના ટ્રેડિંગ સેશન પછી સેન્સેક્સ 874.94 પોઈન્ટના વધારા સાથે 79,468.01 પર બંધ થયો. બીજી તરફ નિફ્ટી 317.46 પોઈન્ટ વધીને 24,310.00 પર બંધ રહ્યો હતો. બે દિવસના ઘટાડા બાદ બુધવારે સ્થાનિક શેરબજાર લીલા નિશાન પર બંધ થયું. સેન્સેક્સ 874.94 પોઈન્ટના વધારા સાથે 79,468.01 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 317.46 (1.32%) પોઈન્ટ વધીને 24,310.00 પર બંધ રહ્યો હતો. બુધવારના ટ્રેડિંગ સેશન દરમિયાન, ONGCના શેરમાં 7% જ્યારે કોલ ઈન્ડિયાનો શેર 6% વધ્યો હતો. વેદાંતના શેર પણ પ્રથમ ક્વાર્ટરના પરિણામો પછી 3%ના વધારા સાથે બંધ થયા છે.

સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેરોમાં મજબૂતી

આજે સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેરોમાં મજબૂતી સાથે ટ્રેડિંગ બંધ થયું હતું અને માત્ર 5 શેરો જ ઘટાડાની રેન્જમાં રહ્યા હતા. અદાણી પોર્ટ્સ 3.42 ટકા વધીને બંધ રહ્યો હતો અને સેન્સેક્સનો ટોપ ગેઇનર હતો. આ પછી પાવરગ્રીડ 3.20 ટકા વધીને બંધ થયો હતો. ઘટતા શેરોમાં ઇન્ડસઇન્ડ બેન્ક 2.54 ટકાના વધારા સાથે અને એચયુએલ 0.33 ટકાની નબળાઈ સાથે બંધ થયા છે. ટેક મહિન્દ્રા, ટાઇટન અને ભારતી એરટેલ પણ લાલ નિશાનમાં બંધ થયા છે.

નિફ્ટીના 12માંથી 10 શેરો વધ્યા

આજે બેંક નિફ્ટી 370.70 પોઈન્ટ અથવા 0.75 ટકાના બમ્પર વધારા સાથે 50,119 પર બંધ થયો હતો. બેન્ક નિફ્ટીના 12માંથી 10 શેરો વધ્યા હતા અને ઇન્ડસઇન્ડ બેન્ક, એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક ડાઉન હતા. પંજાબ નેશનલ બેંક મહત્તમ 2 ટકાના ઉછાળા સાથે બંધ થઈ હતી અને એચડીએફસી બેંક, બેંક ઓફ બરોડા, બંધન બેંક સાથે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં મજબૂતાઈ નોંધાઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.