રાજયમાં શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ કર્યા પછી,રાજ્ય સરકારે તમામ કોલેજોમા, શિક્ષણ કાર્ય બંધ કરવાનો કર્યો છે આદેશ

કોરોનાના કેસો ગુજરાતમાં 3.42 લાખને પાર કરી જતાં પહેલા રાજયમાં શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ કર્યા પછી હવે રાજ્ય સરકારે તમામ કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ કરવાનો આદેશ કર્યો છે.

કોરોનાના વધતાં જતાં કેસોને ધ્યાનમાં રાખીને રાજયની તમામ સરકારી તેમજ ખાનગી કોલેજોમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય (ઓફ લાઈન ) આગામી 30મી એપ્રિલ સુધી બંધ રાખવાનો સરાકરે નિર્ણય કર્યો છે.

તમામ સરકારી અને ખાનગી કોલેજોને જણાવાયું છે કે તેઓ વિદ્યાર્થીઓને કોલેજ કેમ્પસમાં બોલાવવાને બદલે ઓનલાઇન શિક્ષણ આપે. આ પહેલા આ મહિનાની શરૂઆતમાં રાજ્યમાં ધોરણ ૧થી ધોરણ ૯ સુધીના શાળાના વર્ગો બંધ રાખવા આદેશ જારી કરાયો હતો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.