મરાઠા કોટા મામલે સુનાવણી કરી રહેલા જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી પાંચ જજોની સંવિધાન પીઠે કહ્યું કે, આ ઉદ્દેશ્ય માટે રાજ્યો દ્વારા કેટલાક અન્ય કાર્ય કરી શકાય છે. પીઠે કહ્યું કે, અન્ય કામ કેમ નથી કરી શકાતા. શિક્ષણને પ્રોત્સાહન આપવું અને વધુ સંસ્થાનોની સ્થાપના કેમ ન કરી શકાય?
ઝારખંડ તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે આ રાજ્યમાં નાણાકીય સંસાધનો, ત્યાં શાલા અને શિક્ષકોની સંખ્યા સહિત કેટલાક મુદ્દા સામેલ થશે. સુપ્રીમ કોર્ટ શિક્ષા અને નોકરીઓમાં મરાઠાઓને અનામત આપવા સંબંધ 2018 મહારાષ્ટ્ર કાયદાની માન્યતાને પડકાર આપનારી કેટલીક અરજીઓ પર સુનાવણી કરી રહ્યું છે.
સોમવારે મહારાષ્ટ્ર તરફથી વરિષ્ઠ એડવોકેટ પી.એસ. પટવાલિયાએ આ મુદ્દે રાજ્યમાં પહેલા થયેલા પ્રદર્શનોનો હવાલો આપ્યો.
મામલામાં દલીલ હજુ પૂર્ણ નથી થઇ અને મંગળવારે પણ સુનાવણી થશે. કોર્ટે આ પહેલા એ જાણવા ઇચ્છ્યું કે કેટલી પેઢીઓ સુધી અનામત ચાલુ રહેશે. કોર્ટે 50 ટકાની મર્યાદા હટાવવાની સ્થિતિમાં પૈદા થનારી અસામનતાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, કોર્ટોને બદલેલી પરિસ્થિતિઓને ધ્યાને રાખતા અનામત કોટા નક્કી કરવાની જવાબદારી રાજ્યો પર છોડી દેવી જોઇએ અને મંડળ મામલે સંબંધિત ચુકાદો 1931ની વસ્તી ગણતરી પર આધારિત હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.