શિમલા -મનાલીને ટક્કર મારે એવું છે આ સ્થળ, પ્રવાસીઓ દૂર દૂરથી અહીં આવે છે રજાની મજા માણવા…

હિમાચલ પ્રદેશની વાત આવે ત્યારે આંખ સામે બરફ આચ્છાદિત પ્રદેશો આવી જાય ફરવાની વાત આવે ત્યારે સિમલા, મનાલી, ધમઁશાળા જેવા સ્થળો એ લોકો રજા ગાળવા પહોંચી જાય છે..

હિમાચલ પ્રદેશમાં આવેલું સેથન ગામ જ બરફ આચ્છાદિત પહાડો અને ધનધોર જંગલોમાં વસ્યું છે. અહીં આવેલા ઈગ્લૂ હાઉસનાં કારણે સેથન ગામ ખૂબ પ્રચલિત છે. બરફથી બનેલા ઈગ્લૂમાં રહેવા માટે ખાસ સહેલાણીઓ સેથન ગામ પહોંચતા હોય છે.

સેથન ગામ હિમાચલ પ્રદેશના હામતા વેલીમાં આવેલું છે. મનાલી થઈને આ ગામ પહોંચી શકાય છે. ભારે હિમવર્ષા થાય તો અહીં બધુ સફેદ જ દેખાય છે. આ ગામમાં સુંદર ઈગ્લૂ હાઉસ બનેલા છે. લોહી થીજાવી દે તેવી ઠંડી હોવા છતા પ્રવાસીઓ આ ઈગ્લૂમાં રહેવાનું પસંદ કરતા હોય છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2012માં સ્થાનિક યુવક તશી અને વિકાસે ગામમાં ઈગ્લૂ બનાવવાની શરૂઆત કરી હતી. સતત પરિશ્રમની મહેનત રંગ લાવી. મનાલી જતા સહેલાણીઓ સેથન ગામમાં ઈગ્લૂ હાઉસની ઝલક મેળવવા અને તેમાં રહેવા માટે ઉત્સુક હોય છે. એકસમયનો ઈગ્લૂ બનાવવાનો શોખ આજે તેમના માટે રોજગારી બની ગયો છે.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=5s

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.