કચ્છ જિલ્લા ભાજપમાં ફરી આંતરિક જૂથવાદ ચરમ સીમાએ આવ્યો છે. શિસ્તબધ ગણાતા ભાજપમાં શિસ્તના ધજાગરા થયા છે. પૂર્વ મંત્રી તારાચંદ છેડાના નિવેદનને લઈ વિવાદ ઉઠ્યો છે. થોડાક દિવસ આગાઉ ભુજ APMC ના ચેરમેન માટે યોજાયેલી ચૂંટણીમાં જિલ્લા ભાજપ પ્રમુખ સામે ભાજપના બળવાખોર નેતાઓના અન્ય જૂથે દાવેદારી નોંધાવી હતી.
જેને પૂર્વ મંત્રી તારાચંદ છેડા આઘાતજનક અને પાર્ટી માટે શરમજનક ગણાવ્યો. અને તેમણે નિવેદન આપ્યું કે કચ્છ ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ છે. તારાચંદ છેડાના આવા નિવેદનથી ભાજપ ક્ષોભમાં મુકાઈ છે. જિલ્લા ભાજપના કેટલાક નેતાઓ આ બાબતે પ્રદેશ કક્ષા રજૂઆત કરી છે. પાર્ટીની પ્રતિષ્ઠાને હાની પહોંચાડતા કાર્યકરો અને નેતાઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.