આહવા – સાપુતારામાં શિવધાટ ધોધ પ્રવાસીઓનાં આકષૅણનું કેન્દ્ર..

ડાંગ જિલ્લામાં બુધવારે પણ વરસાદી માહોલ યથાવત રહેતા સમગ્ર પંથકોનું વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. આહવા-સાપુતારા માર્ગનો શિવઘાટ ધોધ પણ સક્રિય બનતા અહીંથી પસાર થતા વાહનચાલકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.

ડાંગ જિલ્લાનાં ગામડામાં રોજેરોજ ધીમી ધારનાં વરસાદી માહોલનાં પગલે ચોમાસાની ઋતુ જામી છે. ડાંગના ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ, સુબિર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકનાં ગામોમાં બુધવારે પણ દિવસભર વરસાદી હેલીઓ યથાવત રહેતા ચોમાસુ જામ્યું છે. સાપુતારા સહિત આહવાની તળેટીય જંગલ વિસ્તારમાં વરસાદી માહોલની સાથે ગિરિકન્દ્રાઓ ઉપર ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ જતા પ્રકૃતિ ખીલી ઉઠી હતી.

જેમાંય વરસાદી માહોલનાં પગલે આહવા-સાપુતારા માર્ગનો શિવઘાટ ધોધ પણ સક્રીય થતા પ્રકૃતિમાં સુંદરતાનું પીછું ઉમેરતા અહીંથી પસાર થતા વાહનચાલકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.

https://www.youtube.com/watch?v=_CfWHEfWVnw&t=87s

ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યાનુસાર મંગળવારે સાંજે 6 વાગ્યાથી બુધવારે સાંજે 6 વાગ્યા સુધીનાં 24 કલાક દરમિયાન વઘઇમાં 6 મિમી, સાપુતારામાં 12 મિમી, સુબીરમાં 1 મિમી, જ્યારે સૌથી વધુ આહવામાં 52 મિમી (2.08 ઈંચ) વરસાદ નોંધાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.