ભારતીય જનતા પાર્ટીનાં નેતા શિવરાજ સિંહ ચૌહાણ આજ સાંજે ચોથી વખત રાજ્યનાં મુખ્ય પ્રધાન પદનાં શપથ લેશે, આ જ સાંજે બિજેપી ધારાસભ્યોની બેઠક યોજાવાની છે.
જેમાં તેમની ધારાસભ્ય દળનાં નેતા તરીકે પસંદગી કરવામાં આવશે, ત્યાંર બાદ રાજ્યપાલ લાલજી ટંડન તેમને રાજભવનમાં જ મુખ્યપ્રધાન પદની શપથ લેવડાવશે.
જો કે આ વાતની પુષ્ટી થઇ શકી નથી કે શિવરાજની સાથે કયા-કયા પ્રધાનો શપથ લેશે, આ વાતનો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે આ દરમિયાન રાજ્યપાલ લાલજી ટંડન કેટલાક પ્રધાનોને શપથ લેવડાવી શકે છે, ટીવી રિપોર્ટ મુજબ રાજભવનમાં શપથગ્રહણ સમારોહની તૈયારીઓ થઇ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.