મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના એક પત્રએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની ઊંધ ઉડી ગઈ છે. શિવરાજ સિંહએ મમતા બેનર્જીને પત્ર લખી મધ્ય પ્રદેશના ઈન્દરોમાં ફસાયેલા બંગાળી મજૂરોની ઘરવાપસીની વ્યવસ્થા કરવા કહ્યું છે. સમગ્ર દેશમાં પ્રવાસી મજૂરોની ઘરવાપસી પર ચાલી રહેલા વિવાદની વચ્ચે મમતાનું વલણ કેન્દ્ર સરકાર પર આક્રમક રહ્યાં છે. તેઓ સતત સરકાર પર મજૂરોને નજરઅંદાર કરતા હોવાનો આરોપ લગાવી રહીં છે, પરંતુ શિવરાજના પત્ર બાદ તેમની મુશ્કેલી વધી રહીં છે.
શિવરાજસિંહ ચૌહાણે પત્રમાં લખ્યું કે ઈન્દોરમાં ફસાયેલા બંગાળી મજૂરો પોતાના ઘર પરત ફરવા માગે છે. તેઓ ખાનગી વાહનોમાં પણ જવા તૈયાર છે, પરંતુ હજારો કિલોમીટરનું અંતર ખાનગી વાહનમાં કાપવું મજૂરો માટે અઘરું છે, માટે મમતા બેનર્જી કેન્દ્ર સરકાર સાથે વાત કરી ઈન્દોરથી બંગાળ માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવાની માગ કરે. તેનાથી મજૂરોની મુશ્કેલી સરળ થઇ જશે.
મુશ્કેલીમાં મુકાઈ મમતા બેનર્જી
શિવરાજસિંહના પત્ર બાદ મમતા બેનર્જી બરોબર ફસાયા છે. એક તરફ તેઓ સરકાર પર બિન-બીજેપી શાસિત રાજ્યોની સાથે ભેદભાવનો આરોપ લગાવી ચુકી છે. એવામાં રેલ મંત્ર્યાલયથી બંગાળ માટે અલગથી ટ્રેલ ચલાવવાની માગ કરવી મુશ્કેલ લાગી રહ્યું છે. બીજી તરફ, શિવરાજના પત્રને નજરઅંદાજ કરવાથી તેમના પર પોતાના રાજ્યોના મજૂરો પર ધ્યાન ન આપવાનો આરોપ લાગી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.