મહાશિવરાત્રી હિન્દુ ધર્મનો એક પ્રમુખ તહેવાર છે. હિન્દુ કેલેન્ડર અનુસાર દર વર્ષે ફાગણ મહિનામાં 13મી રાત્રે અથવા 14માં દિવસે આ તહેવારમાં શ્રદ્ધાળું આખી રાત જાગીને ભગવાન શિવની આરાધનામાં ભજન ગાય છે.
અવિવાહિત મહિલાઓ ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે તેમને પણ ભગવાન શિવ જેવો જ પતિ મળે. તો વિવાહિત મહિલાઓ પોતાના પતિ અને પરિવાર માટે મંગલ કામના કરે છે. શિવરાત્રી સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. શિવરાત્રીનો પ્રારંભ અને તેના મહત્વ અંગે અનેક પૌરાણિક કથાઓ છે
એક માન્યતા એ પણ છે કે, ફાગળ મહિનાનો 14મો દિવસ ભગવાન શિવનો પ્રિય દિવસ છે.
ભગવાન શિવની પૂજામાં કોઇ વિશેષ સામગ્રીની જરૂર પડતી નથી, માત્ર પાણી અને બિલી પત્ર થકી શ્રદ્ધાળુ ભગવાન શિવને પ્રશન્ન કરી શકે છે. આ જ કારણ છે કે મહાશિવરાત્રીનું મહિલાઓમાં વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, જો અવિવાહિત મહિલા મહાશિવરાત્રીના દિવસે ઉપવાસ કરે છે તો તેમને ભગવાન શિવ જેવો જ પતિ મળે છે.
મધ્ય રાત્રીના સમયે ઇશ્વર મનુષ્યની સૌથી નીકટ હોય છે. આ જ કારણ છે કે લોકો શિવરાત્રીએ આખી રાત જાગે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.