શિવસેનાએ આપેલા અલ્ટિમેટમને ભાજપનો જડબાતોડ જવાબ, આપ્યા માત્ર 24 કલાક

મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે કોકડું હજુ પણ ગુંચવાયેલું છે. શિવસેનાએ ભાજપને 48 કલાકનું અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે, જો એ દરમિયાન જવાબ નહીં આવે તો તેનો પ્લાન-B તૈયાર છે. જેના જવાબમાં ભાજપના મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી સુધીર મુનગંટીવારે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી તો દેવેન્દ્ર ફડણવીસ જ બનશે અને ભાજપ ટૂંક સમયમાં સરકાર બનાવશે. હવે શવિસેનાએ નક્કી કરવાનું છે કે તે સરકાર બનાવવા ક્યારે પગલું ભરે છે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઘરે યોજાયેલી બેઠક બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે પણ કહ્યું હતું કે, પ્રજાએ ભાજપ-શિવસેના ગઠબંધનને જનાદેશ આપ્યો છે. અમે શિવસેનાને એક પ્રસ્તાવ મોકલ્યો છે અને અમને તેમની તરફથી કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. અમે આગામી 24 કલાક સુધી આ દરખાસ્તને લઈ પ્રતિક્ષા કરશું. અમારા દરવાજા ખુલ્લા છે. જોકે પાટીલે શું પ્રસ્તાવ મોકલ્યો છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.

આજે મંગળવારે ફરી એક વાર શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, રાજ્યમાં આગામી મુખ્યમંત્રી તો શિવસેનાના જ હશે. છેલ્લા 5 દિવસમાં રાઉતે બીજી વખત આવું નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો છે કે, તેમની પાસે 171 ધારાસભ્યોનું સમર્થન છે અને તે સંખ્યા 175 થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.