શિવસેનાનો BJPને ટોણો- 105વાળાનું માનસિક સંતુલન ઠીક નથી, કેટલાંક લોકોને પેટમાં ચૂંક આવી

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ, અને એનસીપીની સરકાર બનાવાનો રસ્તો લગભગ સાફ થઇ ગયો છે. કોમન મિનિમમ પ્રોગ્રામ (CMP) પણ બની ગયો છે. શિવસેના, એનસીપી, અને કોંગ્રેસની વચ્ચે મંત્રીઓને લઇ 14-4-12ની ફોર્મ્યુલા પણ નક્કી થઇ ગઇ છે. સાથો સાથ એમ પણ નક્કી થઇ ગયું છે કે મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે. આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ફરી એકવખત મહારાષ્ટ્રમાં સરકાર બનાવાનો દાવો કર્યો છે. ત્યાં શિવસેનાના મુખપત્ર ‘સામના’એ ભાજપ પર નિશાન સાંધતા એક લેખ છાપ્યો છે.
‘સામના’એ લખ્યું છે કે મહારાષ્ટ્રમાં નવા સમીકરણથી કેટલાંક લોકોને પટમાં દુખાવો શરૂ થઇ ગયો છે. કોણ કંઇ રીતે સરકાર બનાવે છે જોઉં છું, આ પ્રકારની ભાષા બોલી રહ્યા છે, શ્રાપ પણ આપી રહ્યા છે કે જો સરકાર બની પણ ગઇ તો જોઇએ આમ કેટલા દિવસ ટકશે, જોઇએ છીએ. એવું ‘ભવિષ્ય’ પણ બતાવામાં આવી રહ્યું છે કે 6 મહિનાથી વધુ સરકાર ટકશે નહીં. આ નવો ધંધો લાભદાયક ભલે હોય, પરંતુ આ અંધશ્રદ્ધા કાયદાનું ઉલ્લંઘન છે.
‘105 વાળાના સ્વાસ્થ્ય માટે ખતરનાક’

‘સામના’એ ભાજપ પર નિશાન સાંધ્યું લખ્યું તમારી કમજોરીને છુપાવા માટે આ હરકત મહારાષ્ટ્રની સામે આવી રહી છે. અમે મહારાષ્ટ્રના માલિક છી અને દેશના બાપ છીએ, એવું કોઇને લાગતું હોય તો તેઓ આ માનસિકતામાંથી બહાર આવે. આ માનસિક અવસ્થા 105 વાળાના સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. આવો સમય વધુ સમય રહ્યો તો માનસિક સંતુલન બગડી જશે અને પાગલપનની તરફ યાત્રા શરૂ થઇ જશે. કાલના આવેલા લોકોને પ્રજા ગાંડા કે મૂર્ખ સાબિત કરે એ અમને ઠીક લાગતુ નથી. એક તો નરેન્દ્ર મોદી જેવા નેતાના નામ પર તેમનો દાવ શરૂ છે અને તેમાં મોદીનું જ નામ ખરાબ થઇ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.