શિવસેના નેતા સંજય રાઉતનો વધુ એક કાંકરીચાળો, શિવસેના કોંગ્રેસ વચ્ચે ગમે ત્યારે થઇ શકે છે ભડકો, અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કેસૂર ભેડાએ રહસ્યમય સંજોગોમાં આપઘાત, જૂનાગઢમાં આધેડના આપઘાત મુદ્દે ભારે રોષ ફેલાઈ ગયો છે. સિવિલ હોસ્પિટલ બહાર માલધારી સમાજ ધરણાં પર, ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયક જીગ્નેશ કવિરાજે સોશિયલ મીડિયામાં પોતાના નકલી ફેસબૂક આઈડી અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ, પાકિસ્તાન અને ત્યાંના અડ્ડા પર છુપાયેલા આતંકી ખૌફના પડછાયામાં જીવવામાં મજબૂર, કેન્દ્ર સરકારનાં કર્મચારીઓને સામાન્ય બજેટ સાથે ખુબ જ મોટી ભેટ મળી શકે છે. કેએલ રાહુલનો બેટિંગ પાવરને લઇ ખુલાસો, આઇસીસી દ્વારા રબાડાને એક મેચનો પ્રતિબંધ આપવામા આવ્યો છે તેને લઇ માઇકલ વૉનએ ટ્વીટર પર પોતાની પ્રતિક્રિયા આપી, સુપરસ્ટાર રજનીકાંત વિરૂદ્ધ મોટી કાર્યવાહીની માંગ, બ્લેક બિકિનીમાં કરિશ્માને દરિયાકિનારે એકલી જોઈને સોશિયલ મીડિયામાં ભારે ભીડ, કોલકત્તાનો એક દેશી પ્રેમનો વીડિયો સામે આવ્યો સહિતનાં મહત્વનાં સમાચાર માત્ર એક ક્લિકે….
શિવસેના સાંસદ સંજય રાઉતે વિનાયક દામોદર સાવરકરને લઈને ફરી એકવાર નિવેદન આપતા શિવસેના અને કોંગ્રેસ વચ્ચે ટકરાવની અટકળો તેજ બની છે. તેમણે કહ્યું છે કે, સાવરકરને ભારત રત્ન આપવાનો વિરોધ કરનારાઓને એ જેલભેગા કરી દેવા જોઈએ.
જૂનાગઢમાં આધેડના આપઘાત મુદ્દે ભારે રોષ ફેલાઈ ગયો છે. સિવિલ હોસ્પિટલ બહાર માલધારી સમાજ ધરણાં પર બેઠો છે. માલધારીઓના આંદોલનમાં ભાજપના આગેવાનોએ મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપ પ્રમુખ બાદ પોરબંદરના સાંસદ રમેશ ધડુક જૂનાગઢ પહોચ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.