શિવસેના એ કર્યા AAPના વખાણ, કહ્યું- અન્ય રાજ્યોમાં ‘દિલ્હી મોડલ’ની જરૂર

દિલ્હી વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા આ પાર્ટીએ દિલ્હી સરકાર અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પાછલા 5 વર્ષોની આદર્શ કામોની ખૂબ પ્રશંસા કરી છે. સાથે જ આ પાર્ટીએ કહ્યું કે કેન્દ્રએ અન્ય રાજ્યોમાં પણ વિકાસ માટે ‘દિલ્હી મોડલ’ને અપનાવવું જોઈએ. પાર્ટીએ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં વાયદા પૂરા કરવા માટે કેજરીવાલને શુભેચ્છા આપવી જોઈએ. પણ આવું કહેવાના બદલે ભાજપાના વરિષ્ઠ નેતાઓ અને મંત્રીઓ ચૂંટણી જીતવાની કોશિશમાં ‘હિંદુ અને મુસલમાન’નો મુદ્દો ઉઠાવી રહ્યા છે.

પાર્ટીએ કહ્યું, પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ રીતની કચાસ છોડી દેવા માગતા નથી. ભાજપા મહારાષ્ટ્રમાં પણ સત્તામાં નહીં આવી શકી અને ઝારખંડમાં પણ તેને હાર મળી. માટે ભાજપા દિલ્હી જીતવા માગે છે અને તેમાં કશુ ખોટું પણ નથી. દિલ્હી ચૂંટણી જીતવાના લક્ષ્યની સાથે દેશભરના 200 સાંસદ, દરેક ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને સંપૂર્ણ કેન્દ્રીય મંત્રીમંડળ ચૂંટણી મેદાનમાં કૂદી પડ્યા છે. તેમ છતાં કેજરીવાલ મજબૂતી સાથે સામે આવ્યા છે.

પાર્ટીએ કહ્યું, કેજરીવાલના દ્રષ્ટિકોણ અને કામ કરવાની રીત બાબતે મતભેદ હોઈ શકે છે. પણ સીમિત સમય સુધી સત્તા હાથમાં રહેવી અને કેન્દ્ર તરફથી મુશ્કેલીઓ આવી હોવા છતાં સ્વાસ્થ્ય, શિક્ષા, નાગરિક સુવિધાઓમાં તેમની સરકારનું કામ આદર્શ રહ્યું છે.

શિવસેનાએ તેમના મુખપત્ર સામનામાં આ વાત કહી છે. શિવસેનાએ કહ્યું, પ્રધાનમંત્રી મોદી અને તેમના મંત્રીમંડળે અન્ય રાજ્યોમાં પણ દિલ્હી મોડલ લાગૂ કરવું જોઈએ. અને કેજરીવાલના દ્રષ્ટિકોણનો આખા દેશમાં ઉપયોગ કરવો જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.