અત્યારે મુંબઈમાં સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ ચાલી રહી છે. પોલીસ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે અને તપાસની પ્રક્રિયા ખૂબ નજીકથી આગળ ધપાવી રહી છે. આ સાથે જ શિવસેનાના સાંસદ સંજય રાઉતે પણ સવાલ ઉઠાવ્યો છે કે પોલીસ આ કેસમાં આટલા લાંબા સમયથી લોકોની પૂછપરછ કેમ કરે છે. સંજય રાઉતે સેનાના મુખપત્ર સામનામાં લખેલા લેખમાં સવાલ ઉઠાવ્યા છે.
સંજય રાઉત અનુસાર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાએ હવે ઉજવણીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. તેમનું કહેવું છે કે, સુશાંતના મૃત્યુને આટલો સમય થઈ ગયો છે, પરંતુ હજી પણ એના જ વિશે વાત કરવામાં આવી રહી છે. તેમનું કહેવું છે કે, સુશાંતના મૃત્યુ પછી આ દેશમાં ઘણું બધું બન્યું છે, પરંતુ શા માટે દરેકનું ધ્યાન સુશાંત પર છે. હિન્દી સિનેમા કલાકાર અને સિને બનાવટથી સમાજનાં જીવન ઉપર કેટલી અસર પડે છે તે સુશાંતના આપઘાત કેસમાં બહાર આવ્યું છે.
રાઉતે આગળ પ્રશ્ન ઉભો કર્યો કે, ‘સુશાંતના કેસમાં શું શોધવાનું બાકી છે? પોલીસ કોની તપાસ કરી રહી છે? અભિનેતા થોડા સમયથી એકલો જ હતો. તેની માનસિક સ્થિતિ સારી નહોતી. નિષ્ફળતાની હતાશામાં તેણે બાંદ્રા સ્થિત તેના ઘરે ગળેફાંસો ખાઇને પોતાનો જીવ દીધો. પરંતુ તેના કારણે બોલિવૂડની મ્યૂઝિક ઈન્ડસ્ટ્રી અને સગાવાદની હવા નીકળી ગઈ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.