મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના સીએમ પદને લઇને ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે આજે મુંબઇમાં ભાજપના ધારાસભ્ય દળની મહત્વની બેઠક યોજાશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ પહેલા આ બેઠકમાં હાજર રહેવાના હતા પરંતુ શિવસેનાના નેતાઓની બેફામ નિવેદનબાજીને કારણે અમિત શાહ હવે આ બેઠકમાં હાજર નહીં રહે.
ભાજપે કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને પાર્ટીના ઉપાધ્યક્ષ અવિનાશ ખન્નાને ધારાસભ્ય દળની બેઠક માટે કેન્દ્રીય પર્યવેક્ષક બનાવ્યા છે. આ બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસની ધારાસભ્ય દળના નેતા તરીકે સર્વાનુમતે વરણી થશે. અને સીએમ પદ માટે ફરી એક વખત ફડણવીસના નામ પર ઔપચારિક રીતે મહોર લાગશે. બીજી તરફ કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલેએ શિવસેનાને કેન્દ્ર અને રાજ્ય સરકારમાં વધારાના પ્રધાનપદને બદલે મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન પદની માંગણી છોડવાની સલાહ આપી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.