શિવસેના સાંસદ સંજય રાઉતની તબિયત ખરાબ થઈ ગઈ છે. તેમને મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. સંજય રાઉતની ગણના શિવસેનાનાં મોટા નેતાઓમાં થાય છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદથી જ સંજય રાઉત બીજેપી પર ઘણા જ પ્રહાર કરી રહ્યા છે. તો શિવસેનાનાં મુખપત્ર સામનાનાં કાર્યકારી સંપાદક પણ છે. સંજય રાઉતને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ તેમને લીલાવતી હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
તો સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ શરદ પવારને સમર્થન માટે અપીલ કરી છે. આ ઉપરાંત તેમની વચ્ચે પારસ્પરિક કાર્યક્રમને લઇને પણ ચર્ચા થઈ છે. સંજય રાઉત આ મીટિંગમાં હાજર રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.