શિવસેનાને સમર્થનના બદલામાં કોંગ્રેસને ઘી-કેળા, ડેપ્યુટી CM માટે આ નેતાનું નામ મોખરે

એક મહિના બાદ આખરે મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈને કોકડુ ઉકેલાતુ જણાઈ રહ્યું છે. રાજ્યમાં શિવસેના-એનસીપી-કોંગ્રેસ સરકાર રચવા તરફ આગળ વધી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ નવી સરકારમાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બની શકે છે. દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાનની આજે થોરાઠના નામ પર મહોર લગાવી શકે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિવસેના-એનસીપી અને કોંગ્રેસની સરકારમાં ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હોઇ શકે છે, તો બીજી તરફ અજીત પવાર અને બાલાસાહેબ થોરાટ ઉપમુખ્યમંત્રી બનવાની સંભાવના છે.

જોકે અજીત પવાને અઢી વર્ષ માટે મુખ્યમંત્રી બનાવવા એનસીપી શિવસેના પર દબાણ કરી રહી છે. સૂત્રોના અનુસાર એનસીજી પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસ નેતાઓનું દબાણ છે કે ઉદ્ધવ ઠાકરેને મહાવિકાસ આધાડી મુખ્યમંત્રી બનાવવા જોઇએ. એનસીપીએ પોતાના સંભવિત મંત્રીઓના નામો પર ચર્ચા શરૂ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.