મહારાષ્ટ્રમાં આજે ભાજપનું એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરવા જઇ રહ્યું છે. કહેવાય છે કે સીએમ દેવેન્દ્ર ફડણવીસની તરફથી ખેડૂતોના મુદ્દા પર બોલાવામાં આવેલી બેઠકમાં શિવસેનાના મંત્રીઓની સાથે સરકાર બનાવા પર પણ ચર્ચા થઇ. આ બેઠક બાદ ભાજપ નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી સુધીર મુંટીગવારે કહ્યું કે ‘સારા સમાચાર’ આવવાના છે. બેઠક બાદ સીએમ ફડણવીસને ભાજપના નેતા અલગથી મળ્યા અને શિવસેનાની એ માંગ પર પણ ચર્ચા થઇ જેમાં તે સત્તામાં બરાબરની ભાગીદારીની માંગણી કરી રહ્યું છે. પરંતુ આ મુલાકાત પહેલાં સંજય રાઉતે એક વખત ફરીથી ટ્વીટ કરી દીધી છે જેમાં તેમણે કહ્યું, ‘તુમ્હારે પાંવ કે નીચે કોઇ જમીન નહીં કમાલ હે કી, ફિર ભી તુમ્હે યકીન નહીં’. રાઉતની આ ટ્વીટને ભાજપની આજે રાજ્યપાલ સાથે થનાર મુલાકાતને જોડી જોઇ રહ્યા છે. શિવસેનાના અત્યર સુધીના વલણથી સ્પષ્ટ થાય છે કે તેઓ ભાજપનો સાથ છોડીને બીજા કોઇ પક્ષની સાથે ગઠબંધન કરવા માટે તૈયાર છે. આ કડીમાં સંજય રાઉત એનસીપી પ્રમુખ શરદ પવારની પણ મુલાકાત કરી ચૂકયા છે. આ બધાની વચ્ચે દિલ્હીમાં શરદ પવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પણ મુલાકાતનો કયાસ અંદાજો લગાવ્યો કે શું કોંગ્રેસ-એનસીપી મહારાષ્ટ્રમાં ભાજપને સત્તામાંથી બહાર રાખવા માટે શિવસેનાને સમર્થન આપશે?
કેટલાંય પ્રકારના અંદાજો, નિવેદનો અને ઘટનાક્રમોની વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવારે સ્પષ્ટતા કરી કે પ્રજાએ વિપક્ષમાં બેસવાનો જનાદેશ આપ્યો છે. અત્યાર સુધી કોંગ્રેસે આ આખા ઘટનાક્રમમાં મૌન સાંધી રાખ્યુ હતું પરંતુ પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા અશોક ચૌહાણે બુધવારના રોજ કહ્યું કે જો ભાજપ અને શિવસેના મહારાષ્ટ્રમાં સરકાર બનાવતી નથી તો તેમની પાર્ટી અને રાકાંપા સંયુકત રીતે આગળની કાર્યવાહી કરવાનો નિર્ણય કરશે. પરંતુ તેમણે એ કહ્યું કે બહુમતી માટે સમર્થન કયાંથી એકત્ર કરશે. શું તેઓ શિવસેનાનું સમર્થન લેશે અને શિવસેના તેના માટે રાજી થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.