શિવસેનાને સપોર્ટ કરીને કૉંગ્રેસ પોતાના પગે જ મારી રહી છે કુહાડો, મહારાષ્ટ્રમાંથી થશે પત્તુ સાફ

મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઇને બેઠકોનો સમય ચાલી રહ્યો છે. શિવસેનાનાં નેતૃત્વમાં સરકાર બનાવવા માટે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને કૉંગ્રેસની વાતચીતનો અંતિમ સમય ચાલી રહ્યો છે. આ દરમિયાન કૉંગ્રેસ નેતા સંજય નિરૂપમે કહ્યું છે કે, જે સરકાર બનશે તે લૂલી-લંગડી જ હશે. આ સાથે જ તેમણે શિવસેના-એનસીપીની સાથે સરકાર બનાવવાને લઇને પાર્ટીને પણ ચેતવી છે. તેમણે કહ્યું કે, આવી સ્થિતિમાં અંતિમ નુકસાન કૉંગ્રેસને જ થશે.

મુંબઈ કૉંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સંજય નિરૂપમે કહ્યું કે, “શિવસેના અને બીજેપીએ જે પાપ કર્યા છે, તેને કૉંગ્રેસ કેમ ભોગવે. શિવસેનાની સરકારમાં ત્રીજા નંબરની પાર્ટી બનવું કૉંગ્રેસને અહીં (મહારાષ્ટ્ર) દફન કરવા જેવું છે.”સંજય નિરૂપમે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “જો કૉંગ્રેસ, એનસીપી અને શિવસેનાની સાથે મળીને સરકાર બનાવે છે તો આ અમારા માટે ઘાતક થશે. પાર્ટીની સ્થિતિ મહારાષ્ટ્રમાં પણ ઠીક એવી જ થશે જેવી યૂપી અને બિહારમાં છે.” નિરૂપમે કહ્યું કે કૉંગ્રેસ પાર્ટી પર જે દબાવ નાંખવામાં આવી રહ્યો છે, તે ખોટો છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવ્યે લગભગ એક મહિનાનો સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી રાજ્યમાં નવી સરકાર નથી બની શકી. બીજેપી-શિવસેનાનાં ચૂંટણી પહેલાનાં ગંઠબંધનને પૂર્ણ બહુમત મળ્યો હતો, પરંતુ સત્તામાં બરાબરીની ભાગેદારી અને અઢી અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદને લઇને બંને દળોમાં સહમતિ નથી બની શકી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.