શિવસેના ટસ ની મસ ના થઇ તો,જાણો ભાજપ ક્યાં ફોમ્યુઁલાના આઘારે એકલા હાથે સરકાર બનાવશે !

શિવસેનાએ ભાજપ સાથે 50-50 ફૉર્મ્યુલા પર અમલ કરતાં 2.5 વર્ષ માટે સીએમ પદને લઇને લખીને આપવા કહ્યું છે તો બીજી તરફ ભાજપે હવે એના વગર જ સરકાર ગઠનનો વિકલ્પો પર વિચાર કરી રહી છે. ભાજપના સૂત્રોએ કહ્યું કે અમારા માટે શિવસેનાની માગણીને માનવી મુશ્કેલ થશે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ ભલે બહુમત પ્રાપ્ત કરી લીધા હોય, પરંતુ બનેની વચ્ચે ખેંચતાણે એક અનિશ્ચિતતાની સ્થિતિ પેદા કરી દીધી છે. એક તરફ શિવસેનાએ ભાજપ સાથે 50-50 ફૉર્મ્યૂલા પર અમલ કરતાં 2.5 વર્ષ માટે સીએમ પદને લઇને લખીને આપવા કહ્યું છે તો બીજી બાજુ ભાજપ હવે એના વગર સરકાર બનાવવાનું વિચારી રહી છે. 288 સીટો વાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત માટે 145 સીટોની જરૂર છે. ભાજપની પાસે 105 ધારાસભ્ય છે તો શિવસેનાના 56 છે, જ્યારે એનસીપીની પાસે 54 અને કોંગ્રેસના 44 ધારાસભ્ય છે. આ ઉપરાંત 13 નિર્દળીય ધારાસભ્ય છે. એવામાં ભાજપની પાસે જો 13 નિર્દળીય ધારાસભ્યોના સમર્થન ઉપરાંત એનસીપીનું સમર્થન આવી જાય છે તો પછી એ શિવસેના વગર સરકાર બનાવી શકે છે.

ચૂંટણી પહેલા જ સીએમ પદ પોતાની પાસે રાખવાની વાત કરતી આવી ભાજપે કહ્યું છે કે બુધવારે એ પોતાના ધારસભ્ય દળના નેતાની પસંદગી કરશે. ત્યારબાદ સરકાર ગઠન માટે દાવો રજૂ કરવામાં આવશે, ભલે શિવસેના સાથે આવે કે ના આવે. શનિવારે પાર્ટીના નવા પસંગ કરેલા 56 ધારાસભ્યો સાથે મીટિંગ બાદ ઉદ્ધવ ઠાકરે મીડિયાને કહ્યું કે ભાજપથી 50-50 ફૉર્મ્યૂલા પર લિખિત આશ્વાસન ઇચ્છે છે. એમાં કેબિનેટ પોર્ટફોલિયોનો એક સમાન વહેંચાણ પણ સામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.