મહારાષ્ટ્રમાં ભાજપ સાથે મુખ્યપ્રધાન પદ પર ચાલુ વાદ-વિવાદ વચ્ચે શિવસેનાએ ફરીથી ભાજપનું નાક દબાવવાનો પ્રયાસ કર્યો. શિવસેનાએ કહ્યું કે ભલે મહારાષ્ટ્રની વિધાનસભામાં તેમની બેઠકો ઓછી હોય પરંતુ પાવરનું રિમોટ તેમની પાસે છે.
ભાજપ સાથે મહારાષ્ટ્રમાં 50-50ની ફોર્મ્યુલા પર સરકાર બનાવવાની માગ કરી રહેલી શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે પાર્ટીના મુખપત્ર સામનામાં એક લેખ લખીને આ અંગે ભાજપને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. રાઉતે લખ્યું કે ભલે 2014ની અપેક્ષા શિવસેનાએ આ ચૂંટણીમાં ઓછી બેઠકો પર જીત મેળવી હોય. પરંતુ સત્તાનું રિમોટ હવે ઉદ્ધવ ઠાકરે પાસે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.