શિવસેનાને ઝટકો, 26 પાર્ષદો અને 300 કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું

મહારાષ્ટ્રમાં શિવસેનાને મોટો ઝટકો લાગ્યો છે. કલ્યાણ વિધાનસભા બેઠકથી પાર્ટીના 26 પાર્ષદો અને લગભગ 300 કાર્યકર્તાઓએ પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને પોતાનું રાજીનામું મોકલ્યું છે. આ દરેક વિધાનસભા પેટા ચૂંટણીને માટે થયેલી બેઠકોના વિતરણથી નાખુશ છે. જાણકારી અનુસાર આ દરેકે પાર્ટીના બાગી ઉમેદવાર ધનંજય બોડારેના સમર્થનમાં રાજીનામું આપ્યું છે.

સ્થાનીય શિવસેના નેતા આ વાતથી નારાજ છે કે પાર્ટીએ તેમને આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના પ્રત્યાશી ગણપત ગાયકવાડનું સમર્થન કરવા કહ્યું હતું. પાર્ટી સૂત્રો અનુસાર શિવસેનાના નેતા કલ્યાણ (પૂર્વી) બેઠક પર પાર્ટીના કોઈ ઉમેદવારને ઇચ્છતા હતા પણ ભાજપની સાથે બેઠકોની વહેંચણીમાં તે સીટ ભાજપના પક્ષમાં જતી રહી હતી.

બોડારેના સમર્થનમાં સામૂહિક રીતે આપ્યા રાજીનામા

સ્થાનિક નેતાઓએ નિર્ણય લીધો કે તેઓ બોડારેનું સમર્થન કરશે. જો કે સ્થાનિક નેતાઓની વચ્ચેની નારાજગીને લઈને શિવસેનાના વરિષ્ઠ નેતાઓએ મંગળવારે એક બેઠક બોલાવી અને પાર્ટી કાર્યકર્તાઓને ભાજપના ઉમેદવારનું સમર્થન કરવા કહ્યું. સ્થાનિક શિવસેના નેતાઓએ પાર્ટીના ખાસ નેતાઓને મળવાના આદેશ બાદ સામૂહિક રીતે રાજીનામા આપ્યા.

10 વર્ષના કાર્યકાળમાં વિધાયકે કોઈ નોંધનીય કામ કર્યું નથીઃ પ્રશાંત કાલે

શિવસેનાના કલ્યાણ (પૂર્વ) વિધાનસભા ક્ષેત્રના પ્રશાંત કાલેએ કહ્યું કે અમે ગાયકવાડને બદલે બોરાડેની મદદ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા 10 વર્ષમાં વિધાયકના રૂપમાં પોતાના કાર્યકાળ સમયે તેઓએ કંઈ કર્યું નથી. અમે પાર્ટીના ખાસ નેતાઓ દ્વારા પ્રેશર આપ્યા બાદ રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.