શિવસેનાને પત્ર લીક થયા હોવાને ગણાવ્યું ષડયંત્ર,શિવસેનાએ વિપક્ષ પર કર્યા પ્રહાર

પરમબીરના આરોપ પર શિવસેનાએ પલટવાર કર્યો છે. શિવસેનાએ મુખપત્ર સામનામાં સોમવારે લખ્યું છે કે સરકારને મુશ્કેલીમાં મુકવા માટે પરમબીર સિંહનો કોઈ ઉપયોગ કરી રહ્યું છે કે શું.

શિવસેનાએ કહ્યું કે પરમબીર સિંહે થોડો સંયમ રાખવાની જરૂર હતી. તેની પર સરકારને મુશ્કેલીમાં મૂકવા માટે પરમબીર સિંગનો કોઈ ઉપયોગ કરી રહ્યું છે કે શું. એવી શંકા પણ છે. ખરેખર તો જે સચિન વાજેના કારણે આ સમસ્યા આવી છે તેને આટલા અસીમિત હક કોણે આપ્યા.

મહારાષ્ટ્રમાં વિપક્ષને કેન્દ્રીય તપાસ એજન્સીને નિરંકુશ કરવા માટે શરૂ કરાઈ છે.

શિવસેનાએ કહ્યું કે મહારાષ્ટ્ર જેવા રાજ્ય માટે આ યોગ્ય નથી. એક તરફ રાજ્યપાલ રાજભવનમાં બેસીને અલગ કામ કરી રહ્યા છે તો અન્ય તરફ કેન્દ્ર સરકાર કેન્દ્રીય તપાસ સમિતિના માધ્યમથી દબાણનો ખેલ રમી રહી છે.

આ કેસમાં મુંબઈના પૂર્વ પોલિસ કમિશ્નર પરમબીર સિંહની બદલી કરી દેવામાં આવી છે. આ સાથે તેમનો એક પત્ર વાયરલ થયો છે. તેમાં દાવો કરાયો છે કે ગૃહમંત્રી અનિલ દેશમુખને સચિન વાજેએ 100 કરોડ રૂપિયા દર મહિને વસૂલવાનો ટારગેટ આપ્યો હતો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.