મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 (Maharashtra Assembly Election 2019)ના પરિણામ જાહેર થયાને 6 દિવસ પસાર ચૂક્યા છે. બીજેપી-શિવસેના (BJP-Shiv Sena)ને ગઠબંધનને સ્પષ્ટ જનાદેશ સ્પષ્ટ જનાદેશ મળ્યા બાદ પણ હજુ સુધી સરકાર રચવાનો માર્ગ સ્પષ્ટ નથી થઈ રહ્યો. ચૂંટણીના વલણો સાથે જ શિવસેનાએ બીજેપી પર નવી શરતો થોપવાની શરૂઆત કરી દીધી હતી. નવી શરત મુજબ શિવસેનાને મંત્રીમંડળમાં અડધી સંખ્યા અને શરૂઆતના અઢી વર્ષ સુધી મુખ્યમંત્રીપદ જોઈએ છે પરંતુ બીજેપી કોઈ પણ સ્થિતિમાં શિવસેનાનો પ્રસ્તાવ માનવા તૈયાર નથી. આ વાતની સ્પષ્ટતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (CM Devendra Fadnavis)એ પણ કરી દીધી છે. આમ તો, મહારાષ્ટ્ર વિધાનસભાના કાર્યકાળને જોઈએ તો નવેમ્બર પહેલા સરકારની રચના થવી જરૂરી છે. એવું ન થવાની સ્થિતિમાં બંધારણીય સંકટ ઊભું થઈ શકે છે.
બીજેપી ‘પ્લાન 2014’નું પુનરાવર્તન કરવાની તૈયારીમાં
અનેક ચર્ચાઓ બાદ વાતચીત નિષ્ફળ થયા બાદ બીજેપીના એક જૂથે શિવસેના વગર સરકાર રચવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેને નામ આપવામાં આવ્યું છે ‘પ્લાન 2014’. સૂત્રોનું માનીએ તો બીજેપી વર્ષ 2014ની જેમ મહારાષ્ટ્રમાં એકલા સરકાર બનાવી શકે છે. વિધાનસભાના આંકડા જોઈએ તો આ થોડું મુશ્કેલ જરૂર લાગે છે પરંતુ જે લોકો બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને તેમના કાર્યશૈલી જાણે છે, તેમને ખબર છે કે બીજેપી કોઈ પણ રીતે મહારાષ્ટ્રમાં સરકાર બનાવી શકે છે. આ પ્લાનને જાણવા માટે બીજેપી સરકારના 2014ના બહુમત પરીક્ષણને જોવું જરૂરી રહેશે. આ બહુમત પરીક્ષણમાં શિવસેના અંત સુધી બીજેપીની વિરુદ્ધ ઊભી હતી પરંતુ અંતિમ સમયમાં અપરોક્ષ રીતે તેણે બીજેપી સાથે આવવું પડ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.