તને પીએચડી પણ કરાવી દઇશ અને પ્રોફેસર પણ બનાવી દઇશ. મારે તારી સાથે એકવાર શરીર સુખ માણવું છે. આવી અશ્લિલ વાત કરીને શિક્ષણ જગતને શર્મશાર કરતો કિસ્સો રાજકોટમાં નોંધાયો છે. રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડીન હરીશ ઝાલાએ એક યુવતીની સાથે અઘટિત માંગણી કરી છે. જેનો ઓડિયો હાલમાં વાયરલ થયો છે.
શિક્ષણ જગતમાં ચકચાર
- સૌરાષ્ટ્ર યુનિ.ના પીએચડી વિભાગના ડીન હરીશ ઝાલાનો ઓડિયો વાયરલ
- પીએચડીની વિદ્યાર્થિની સાથે વાતચીતનો ઓડિયો વાયરલ
- યુવતી સાથે કરી અઘટીત માંગણી
- પીએચડી કરાવી આપવા અને પ્રોફેસર બનાવી દેવાની આપી લાલચ
- યુવતીએ જ્યારે પ્રોફેસરને ફોન કર્યો ત્યારે પ્રોફેસરે તેને કહ્યું કે તને પીએચડી પણ કરાવી આપીશ અને પ્રોફેસર પણ બનાવી દઇશ. બસ તારી સાથે શરીર સુખ માણવું છે. આ ઓડિયોએ સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચાવી દીધી છે. ત્યારે આ ઓડિયો વાયરલ થયા બાદ હાલમાં ડીન હરીશ ઝાલા ક્યાં છે તે વાતને લઇને કોઇ સ્પષ્ટતા નથી થઇ રહી કે આ ઓડિયો બાદ ન તો તેમના તરફથી કોઇ પ્રતિક્રિયા આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.