પ્રકૃતિ આપણા જીવનનો એક મહત્ત્વનો ભાગ છે. તેના ઉપયોગ શરીરને નિરોગી બનાવી રાખવામાં મદદરૂપ થઇ શકે છે. મેથીના લીલા પાંદડાંથી લઇને મેથીના દાણા આપણા માટે અમૃત સાબિત થઇ શકે છે. જાણો, મેથી કેટલી લાભદાયી છે.
ચમત્કારી મેથી
મેથીના દાણા ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. આયુર્વેદમાં તેના કેટલાય ફાયદા જણાવવામાં આવ્યા છે. મેથીના દાણા ખાવાથી મગજ તેજ થાય છે.
મેથીના પાંદડાં
લીલી મેથી બ્લડમાં શુગરનું પ્રમાણ ઓછું કરે છે. મેથીની પાંદડીઓને પણ પેટ માટે અમૃત માનવામાં આવે છે.
મેથી પાઉડર
મધની સાથે મેથી પીવું હૃદય માટે ફાયદાકારક હોય છે. ગરમ પાણીમાં મેથી પાઉડર લેવાથી કબજિયાતથી રાહત મળે છે.
મેથીના ફાયદા અનેક
ઠંડી લાગવા પર મેથીના દાણાની ચાનું સેવન કરવામાં આવે છે.
સ્વાસ્થ્ય પણ સ્વાદ પણ
મેથી હાઇ બ્લડ પ્રેશર અને અપચોમાં ફાયદાકારક હોય છે. ત્યારે મેથીનો રસ પીવાથી ડાયાબિટીસમાં લાભ થાય છે અને શિયાળામાં તો મેથીના પરાઠા ખાવાની અલગ જ મજા હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.