ઘી લગભગ દરેક લોકોના ઘરમાં ઉપલબ્ધ હોય છે. ઘીમાં તમામ જરૂરી પોષક તત્ત્વ હોય છે સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ ફાયદાકારક હોય છે. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે ઘી ત્વચા માટે ખૂબ જ લાભદાયી હોય છે. આયુર્વેદમાં ઘીનો ઔષધિની જેમ ઉપયોગ કરવામાં આવે છે. જાણો, સ્કિન પર ગ્લો લાવવા માટે ઘી કેવી રીતે કામ કરે છે.
ઘીમાંથી બનાઓ મૉઇશ્ચરાઇઝિંગ ક્રીમ :- ઘી કરતાં વધારે સારી મૉઇશ્ચરાઇઝર ક્રીમ ન હોઇ શકે. ઘી ત્વચાને હાઇડ્રેટ અને બેદાગ પણ બનાવે છે જેનાથી સ્કિન ગ્લો કરવા લાગે છે. ત્વચાને કોમળ બનાવવા માટે કાચા દૂધ અને બેસનની પેસ્ટમાં ઘી મિક્સ કરો. તેને પોતાની ત્વચા પર લગાઓ અને ધીમે-ધીમે માલિશ કરો. 15 મિનિટ પછી ફેસને ધોઇ નાંખો.
ફાટેલાં હોઠથી છૂટકારો :- શિયાળામાં દરેકને ફાટેલાં હોઠની સમસ્યા રહે છે. ઘી શિયાળામાં પણ હોઠને મુલાયમ બનાવી રાખે છે. સૂતાં પહેલા પોતાના હોઠ પર થોડાક પ્રમાણમાં ઘી લગાઓ. થોડીક મિનિટ સુધી માલિશ કરો અને તેને લગાવીને છોડી દો. બીજા દિવસે સવારે પાણીથી ધોઇ નાંખો.
વાળને મુલાયમ બનાવી રાખે છે : શિયાળામાં વાળ બેજાન અને શુષ્ક બની જાય છે. શિયાળામાં વાળની સમસ્યા વધી જાય છે. ઘીમાં ફેટી એસિડ હોય છે જે વાળની નમી જાળવી રાખે છે. ઘી વાળ માટે નેચરલ કન્ડીશનરનું કામ કરે છે. 1 ચમચી ઘી ગરમ કરીને તેનાથી વાળમાં મસાજ કરો અને 2 કલાક બાદ શેમ્પૂથી ધોઇ નાંખો.
સ્કિનને જવાન બનાવી રાખે છે :- માત્ર થોડાક પ્રમાણમાં ઘીનો ઉપયોગ કરીને તમે ચહેરા પરની કરચલીઓ દૂર કરીને નેચરલ ગ્લો મેળવી શકો છો. ઘીનો દરરોજ ઉપયોગ કરવાથી ઉંમરની અસર ત્વચા પર જોવા મળતી નથી. ઘીના થોડાક ટીપાં લઇને સ્કિન પર થોડીકવાર મસાજ કરો અને થોડીક મિનિટ પછી ચહેરાને ધોઇ નાંખો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.