ઉત્તર ચીનના હાર્બીન શહેરમાં દર વર્ષે યોજાતો આ શિયાળુ મહોત્સવ તેના આઇસ એન્ડ સ્નો ફેસ્ટીવલ તરીકે જાણીતો છે અને તેમાં રશિયાની સરહદ નજીક આવેલા આ શહેરમાં એક આઇસ સિટી તૈયાર કરવામાં આવે છે.
આ વખતે ૩૭મો વાર્ષિક શિયાળુ ઉત્સવ છે અને તેમાં પણ હાર્બીનમાં આઇસ સિટી તૈયાર કરવામાં આવ્યું છે જેમાં બરફના મકાનો, ઇમારતો અને શિલ્પો વડે આખું શહેર તૈયાર કરવામાં આવ્યું છે.
આ આઇસ સિટીમાં સાંજે જ્યારે રંગબેરંગી નિયોન લાઇટો સળગાવવામાં આવી ત્યારે અત્યંત મનોહર દ્રશ્ય સર્જાયું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.