આયર્ન ખાન (ARYAN KHAN) કેસની તપાસ કરનાર NCB ઓફિસર સમીર વાનખેડેના (SAMIR WANKHEDE) એક્ટ્રેસ પત્ની ક્રાંતિ વાનખેડેના (KRANTI WANKHEDE) પોતાનાં પતિનાં બચાવમાં ઉતર્યા છે. ક્રાંતિ આજે કહ્યું હતું કે ,સમીર વાનખેડે તમામ વિવાદોમાંથી (CONTROVERSIES) બહાર આવશે.કારણ કે હંમેશા સત્યની જીત થતી હોય છે. જે આરોપો તેમના પર લાગ્યાં છે તે સાબિત થવાના નથી.
બીજા રાજ્યોમાંથી જ્યારે કોઈ આવીને અમને ધમકાવે ત્યારે બહુ તકલીફ થાય છે. અમારા રાજ્યમાં અમે સુરક્ષિત હોવા જોઈએ અમને લટકાવી દેવાની અને સળગાવી દેવાની ધમકીઓ મળી રહી છે.
https://www.youtube.com/watch?v=cPIpyDoft0A
ક્રાંતિ હતું કે , મારા પરિવારને સુરક્ષા પૂરી પાડવામાં આવે છે તે બદલ હું આભારી છું. મારા પરિવારને ધમકીઓ મળી રહી છે અને હવે તો કોઈ અમારી સામે જુએ છે તો એવું જ થાય છે કે આવું કેમ થતું હશે. ફેક એકાઉન્ટ બનાવીને અમને ટ્રોલ કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે સમીરની કામ કરવાની જ શૈલી છે તેનાથી કેટલાક લોકોને પરેશાની થઇ રહી છે.
આરોપ લગાવનારા ઈચ્છી રહ્યા છે કે ,તેમનું કામ ચાલતું રહે અને સમીરના કારણે તેમને હેરાન ન થવું પડે. રાજકીય પાર્ટીઓના સડયંત્ર અંગેના સવાલ પર તેમણે કહ્યું હતું કે , હું તો બહુ નાની વ્યક્તિ છું અને આ બાબતે હું કશું કહી શકું તેમ નથી પણ સમીર કો ઓપરેટિવ છે કે જીત સચ્ચાઈની થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.