ગોંડલના રાજવી પેલેસમાં કાર્તિક આર્યનની આગામી ફિલ્મનું શૂટિંગ રહ્યું શરૂ: હજુ ૧૫ દિવસ સુધી ચાલશે શૂટિંગ
News Detail
ગોંડલના રાજવી પેલેસમાં કાર્તિક આર્યનની આગામી ફિલ્મનું શૂટિંગ રહ્યું શરૂ: હજુ ૧૫ દિવસ સુધી ચાલશે શૂટિંગ ગોંડલનાં રાજવી પેલેસ ફક્ત ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં મશહુર છે. અનેક બોલીવુડ ફિલ્મોનું શુટિંગ અહી થયું છે ત્યારે વધુ એક બોલીવુડ ફિલ્મનું શુટિંગ રાજવી પેલેસ ખાતે શરુ થઈ ગયું છે.બોલીવુડ સ્ટાર કાર્તીક આર્યન મોડી સાંજની ફલાઇટમાં મુંબઇથી રાજકોટ આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓ રાજકોટથી ગોંડલ જાતે કાર ડ્રાઇવ કરીને રવાના થયા હતા. કાર્તિક આર્યન રાજકોટ સાથે અકાદ ડઝન સ્ટાફ પણ આવ્યો છે. કાર્તીક આર્યને વિમાનમાં મુસાફરો સાથે સેલ્ફી પણ ખેંચાવી હતી. મુસાફરોએ જણાવ્યું હતું કે કાર્તીક આર્યન એકદમ ડાઉન ટુ અર્થ બોલીવુડ સ્ટાર છે. ગોંડલ ખાતે આવેલા રીવર સાઇટ રાજવી પેલેસમાં સેટ ઉભો કરવામાં આવ્યો છે. જયાં ૧૫ દિવસ સુધી ફિલ્મ કલાકારો શુટીંગ કરશે. આ કાર્તિક આર્યનની આગામી ફિલ્મ ‘સત્ય પ્રેમ કી કથા’નું શુટિંગ હોઈ શકે છે. આ ફિલ્મના સ્ટંટ દ્રશ્યોનું પણ ફિલ્માંકન કરવામાં આવશે. કાર્તીક આર્યન સાથે અભિનેત્રી કીયારા અડવાણી, સુપ્રસિધ્ધ ગુજરાતી નાટક ગુજ્જુભાઇથી જાણીતા થયેલા અભિનેતા અને ફિલ્મ સ્ટાર સિધ્ધાર્થ રાંદેરીયા, સુપ્રીયા પાઠક, રાજપાલ યાદવ સહીતના કલાકારો આ ફિલ્મમાં ચમકવાના છે અને ફિલ્મના શુટીંગ માટે તેઓનું આગમન થયું છે. શુટીંગ શરુ થયા બાદ વહેલી સવારના ૪ વાગ્યા સુધી શુટીંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અમુક કલાકારો રાજકોટ અને અમુક કલાકારો ગોંડલમાં રોકાયા હતા. કાર્તિક આર્યન અને તેની ટીમે રાત્રી રોકાણ કર્યું હતુ ત્યારે કાર્તિક આર્યન રસ્તા પર એકટીવા ચલાવતો હોય તેવો વીડીયો પણ વાયરલ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.