ભારતીય સુરક્ષા દળોને ઇન્ટેલિજન્સ મળી હતી જાણકારી,શોપિયાં સેક્ટરના કનિગામમાં છુપાયેલા છે કેટલાક આતંકવાદીઓ

ભારતીય સુરક્ષા દળોને ઇન્ટેલિજન્સ જાણકારી મળી હતી કે શોપિયાં સેક્ટરના કનિગામમાં કેટલાક આતંકવાદીઓ છુપાયેલા છે અને કોઈ મોટા કાવતરાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા છે. ઇન્ટેલિજન્સ જાણકારીના આધાર પર સુરક્ષા દળોએ સ્થાનિક પોલીસની સાથે મળી એક ટીમ તૈયાર કરી.

જમ્મુ-કાશ્મીર ના શોપિયાં (Shopian) સેક્ટરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગુરુવારની સવારે થયેલા એન્કાઉન્ટર માં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા છે. અહેવાલ છે કે આ દરમિયાન એક આતંકવાદીએ આત્મસમર્પણ કરી દીધું છે

સુરક્ષા દળોએ પહેલા આતંકવાદીઓને આત્મસમર્પણ કરવા માટે કહ્યું પરંતુ આતંકવાદીઓએ ફાયરિંગ ચાલુ રાખ્યું. તેના જવાબમાં સુરક્ષા દળોને પણ ફાયરિંગ કરવું પડ્યું

ગત મહિને જ સુરક્ષા દળોએ આતંકવાદી સંગઠન અલ બદરના એક આતંકવાદીની ધરપકડ કરી હતી. આતંકવાદી પાસેથી મોટી માત્રામાં હથિયાર અને દારૂગોળો મળી આપ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.