શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર દીપિકા પદુકોણ કરતા આગળ નીકળી ગઇ

ઇન્સ્ટાગ્રામ પર સિતારાઓ પોતાના ફોલોઅર્સને કારણે વધુ ચર્ચામાં રહેતા હોય છે. અત્યાર સુધી દીપિકા પદુકોણ ઇન્સ્ટાગ્રામ પર બીજા સ્થાને હતી જે હવે પાછળ થઇ ગઇ છે. શ્રદ્ધા કપૂર તેને પાછળ ધકેલીને આગળ નીકળી ગઇ છે.

ભારતીય હસ્તીઓની વાત કરીએ તો શ્રદ્ધા હવે ચોથા સ્થાન પરથી ત્રીજા સ્થાન પર પહોંચી ગઇ છે. ઇન્સ્ટાગ્રામ પર સોથી વધુ ફોલોઅર્સ ધરાવતી વ્યક્તિ વિરાટ કોહલી છે જેના ૮૨.૨ મિલિયન ફોલોઅર્સ છે.

બીજા નંબર પર પ્રિયંકા ચોપરા આવે છે જેને ૫૮.૧ મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે શ્રદ્ધા કપૂર ૫૬.૪ મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. જ્યારે દીપિકા પદુકોણ ૫૨.૩ મિલિયન પર છે.

લાગે છે કે. દીપિકા પદુકોણના ફોલોઅર્સ ઘટી જવાનું કારણ તેનું ડ્રગ્સ કેસમાં નામ આવ્યું હોવાનું છે. જોકે આ બાબતે કોઇ સ્પષ્ટતા કે ખુલાસો કરવામાં આવ્યો નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.