બોલિવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર આશરે એક મહિના પછી મુંબઈ પાછી આવી છે. આઉટડોર શૂટ પૂરું કરીને બુધવારે મોડી રાત્રે શ્રદ્ધા કપૂર મુંબઈ આવી છે. એરપોર્ટ પર શ્રદ્ધા કપૂર સ્ટાઈલિશ અવતારમાં જોવા મળી હતી.
એક ફોટોગ્રાફરે શ્રદ્ધા કપૂરને લગ્ન વિશે સવાલ પૂછતાં એક્ટ્રેસે મરાઠીમાં જવાબ આપ્યો હતો.
ફોટોગ્રાફરે મરાઠીમાં શ્રદ્ધા કપૂરને લગ્ન વિશે પૂછતાં એક્ટ્રેસે મરાઠીમાં જવાબ આપતાં કહ્યું- ‘કાય મ્હણતો’. મતલબ કે ‘શું વાત કરો છો’, એમ કહીને શ્રદ્ધાએ સવાલને ટાળી દીધો હતો.
શ્રદ્ધાના એરપોર્ટ લૂકની વાત કરીએ તો બ્લેક ઓવરકોટ અને વ્હાઈટ શર્ટ સાથે બેજ પેન્ટ અને બ્લેક બૂટ પહેર્યા હતા.
શ્રદ્ધાના કથિત બોયફ્રેન્ડ રોહન વિશે વાત કરતાં શક્તિ કપૂરે કહ્યું હતું, “રોહન સારો છોકરો છે. તે અમારા ઘરે આવે છે પરંતુ આ વાત આજકાલની નથી તે નાનો હતો ત્યારથી અમારા ઘરે આવે છે. શ્રદ્ધાએ મને નથી કહ્યું તે તેની સાથે લગ્ન કરવાનું વિચારી રહી છે.
હાલ શ્રદ્ધા રણબીર કપૂર સાથે લવ રંજનની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મના શૂટ માટે જ શ્રદ્ધા દિલ્હી ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.