શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ ફૂલનાં ભાવમાં ભારે વધારો થવા પામ્યો ..

અમદાવાદમાં 50 રૂપિયા પ્રતિકિલોનો ભાવ 250 એ પહોંચ્યો હતો. મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ફૂલની આવક ઘટી હતી. ફૂલનો ભાવ વધતા ભક્તો પર મોંઘવારીનો માર પડ્યો હતો.

શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ ફૂલોનો ભાવ આસમાનો પહોંચી જવા પામ્યો છે. અમદાવાદનાં ફૂલ બજારમાં એકાએક ફૂલોનાં ભાવમાં 20 થી 30 ટકાનો વધારો થવા પામ્યો છે. ત્યારે થોડા સમય પહેલા જે ફૂલનાં ભાવ 50 થી 60 રૂપિયા કિલો હતા. એના ભાવ 250 સુધી પહોંચ્યા છે. ત્યારે એકાએક ભાવ વધતા ગુલાબનો હાર રૂા. 50 ની જગ્યાએ હવે 70 રૂપિયામાં વેચાય છે.

ભીના ફૂલોનો ભાવ ઘટ્યો

આ સમગ્ર બાબતે વેપારીઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ફૂલનું પ્રોડક્શન ઓછું થતા ભાવમાં વધારો થયો છે. હાલમાં મહારાષ્ટ્રનાં નાસિકમાંથી ફૂલોની ઓછી આવકનાં કારણે ગુલાબનાં ગોટા, પીળા ફૂલ અને કેસરી ગોટાનાં ભાવમાં વધારો થયો હતો. સૂકા ફૂલનો ભાવ વધ્યો , તેમજ ભીના ફૂલનો ભાવ એકમદ તળિયે જોવા મળી રહ્યો છે. ભીના ફૂલ ગણતરીનાં કલાકોમાં ખરાબ થઈ જતા હોવાને કારણે ભીના ફૂલનો ભાવ ઘટ્યો છે.

ફૂલોનાં ભાવમાં 20 થી 30 ટકાનો વધારો

અમદાવાદનાં ફૂલ માર્કેટમાં ફૂલોનાં ભાવ વધારાને લઈ વેપારીએ જણાવ્યું હતું કે, ચારે બાજુ વરસાદ હોવાનાં કારણે આ વખતે ફૂલનાં ભાવમાં 20 થી 30 ટકાનો વધારો થવા પામ્યો છે. અમે ઈન્દોર, ઉજ્જૈનમાંથી જે ફૂલો મંગાવીએ છીએ. તે માલ પણ વેચાશે કે નહી તેને લીધે અમે મૂંઝવણ અનુભવીએ છીએ. તેમજ અમુક ગ્રાહક ફૂલની ક્વોલીટી જોવે છે તે અમુક ગ્રાહકો ફૂલની ક્વોન્ટીટી જોવે છે. જેનાં કારણે 20 થી 30 ટકાનો વધારો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.