ઠંડીના દિવસોમાં મોટાભાગના લોકોને શરદી ખાંસી તાવ ગાળામાં ખારાશ અને અન્ય સંક્રમણનો ભાગ બનવું પડતું હોય છે. એવાં હાલ કોરોના વાયરસનો પ્રકોપ પણ ચાલી રહ્યો છે ત્યારે સિમ્યુનિટી સિસ્ટમ નબળી પડે તો સ્વાસ્થ્યને વધુ નુકશાન તાઈ શકે છે.
તજ અને લવિંગના ઉકાળા માટે સૌથી પહેલા એક વાસણમાં એક ગ્લાસ પાણી નાખો, ગરમ થાય એટલે તેમાં તજનો ટુકડો, બેથી ત્રણ લવિંગ અને લીલી એલચી ઉમેરો, એક ચમચી અજમો, એક ચમચી ખાંડીને તૈયારી કરેલું આદુ, અડધી ચમચી સિંધવ મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી પિસાયેલી કાળી મરી નાખો આ સાથેજ 5-6 તુલસીના પત્તાને પણ ઉમેરો. આ બધું આયુર્વેદિક છે માટે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે.
તજ-લવિંગનો ઉકાળો, દિવસમાં ઓછામાં ઓછું બે વખત ઉકાળો પીવો, જેનાથી તમને શરદીથી જલ્દી રાહત મળશે, સાથે સાથે છાતીમાં દુખાવાની સમસ્યાથી છુટકારો મળશે.
ઉકાળો એક આયુર્વેદિક પીણું છે. જે તમામ રીતની ઘરગથ્થું ઔષધિયોને ભેળવીને તૈયાર કરવામાં આવે છે, જેના વપરાશથી ઋતુમાં થતી વિવિધ બિમારીઓથી બચવા માટે મદદ રૂપ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.