શ્રીલંકા વિરુદ્ધ સમાપ્ત થયેલી T20 સીરિઝમાં શ્રેયસ ઐય્યરે શાનદાર પ્રદર્શન કર્યું. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પણ શ્રેયસ ઐય્યરને એક નવી જવાબદારી મળી છે. શ્રેયસ ઐય્યરને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો કેપ્ટન બનાવવામાં આવ્યો છે પરંતુ, હવે શ્રેયસ ઐય્યરે દિલ્હી કેપિટલ્સ (DC)ની કેપ્ટન્સી છીનવવા પર પોતાનું મૌન તોડ્યું છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં તેના પર વાત કરી હતી. તેણે કહ્યું કે, IPL પહેલા ઇજા થવી તેના માટે સૌથી મોટો ઝટકો હતો. ખેલાડી એકબીજાને જાણે છે.અને માહોલ, નબળાઈ, તાકત બધાની જાણકારી હતી.
IPL 2021 દરમિયાન શ્રેયસ ઐય્યરને ઇજા થઈ હતી જેના કારણે શરૂઆતી ચરણમાં તે રમી શક્યો નહોતો. એવામાં દિલ્હી કેપિટલ્સે રિષભ પંતને કેપ્ટન બનાવ્યો હતો. ત્યારબાદ IPL કોરોના વાયરસના કારણે અનિશ્ચિત સમય સુધી રોકી દેવામાં આવી હતી. પછી UAEમાં IPLનું બીજું ચરણ રમાયું ત્યારે શ્રેયસ ઐય્યરે વાપસી કરી પરંતુ, દિલ્હીએ રિષભ પંતને જ કેપ્ટન બનાવી રાખ્યો. દિલ્હી કેપિટલ્સે આ વર્ષે શ્રેયસ ઐય્યરને રીલિઝ કરી દીધો ત્યારબાદ ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઇડર્સે 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો અને ટીમનો કેપ્ટન બનાવી દીધો.
શ્રેયસ ઐય્યરનું કહેવું છે કે, કેટલીક વસ્તુ સારી હોય છે બસ પછી આપણને પરિણામ ખબર પડે છે. શ્રેયસ ઐય્યરનું કહેવું છે કે, તે કેપ્ટન્સી દરમિયાન શાનદાર રન બનાવી રહ્યો હતો પરંતુ પછી તેને ઇજા થઈ અને બધુ જ બદલાઈ ગયું. ઇજાના કારણે તે ખેલાડી તરીકે અડધો થઈ ગયો હતો પરંતુ જે થઈ ગયું તે થઈ ગયું. IPL મેગા ઓક્શન પહેલા માનવામાં આવી રહ્યું હતું કે, શ્રેયસ ઐય્યર લખનૌ કે અમદાવાદની ટીમ સાથે જોડાઈ શકે છે કેમ કે બંને જ ટીમો નવી છે અને તેમને કેપ્ટનની શોધ હતી પરંતુ, એમ ના થયું અને શ્રેયસ ઐય્યરે ઓક્શનમાં જવાનો નિર્ણય લીધો હતો.
શ્રેયસ ઐય્યર માટે ભારતીય ટીમમાં ગત દિવસો સારા ગયા છે. તેણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં પોતાનું ડેબ્યૂ કર્યું હતું જેમાં તેણે સદી લગાવી. શ્રીલંકા વિરુદ્ધ T20 સીરિઝમાં ત્રણેય મેચમાં અડધી સદી લગાવી. તેને પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ આપવામાં આવ્યો. હવે જોવાનું એ રહેશે કે તેને નવી ટીમમાં કેપ્ટન્સીની જવાબદારી મળ્યા બાદ કોલકાતાની ટીમને કઈ રીતે મેનેજ કરે છે અને એ પણ તેના માટે એક મોટો પડકાર હશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.