શ્રીહરિકોટાથી ઇસરોએ સફળતાપૂર્વક લૉન્ચ કર્યો કાર્ટોસેટ-3, અન્ય 13 ઉપગ્રહો છોડી રચ્યો ઇતિહાસ

ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોએ 27 નવેમ્બરની સવારે દેશની સુરક્ષા માટે ઇતિહાસ રચ્યો છે. ઇસરોએ સવારે 9:28 વાગ્યે મિલિટ્રી સેટેલાઇટ કાર્ટોસેટ-3ને સફળતાપૂર્વક લૉન્ચ કર્યો છે. હવે ભારતીય સેના પાકિસ્તાનની નાપાક હરકત અને તેમની આતંકવાદી ગતિવિધિઓ પર બાજ નજર રાખી શકશે. જરૂરિયાત પડવા પર આ સેટેલાઇટની મદદથી સર્જિકલ અથવા એર સ્ટ્રાઇક પણ કરી શકશે.

ઇસરોએ કાર્ટોસેટ-3 સેટેલાઇટને 27 નવેમ્બરનાં સવારે 9:28 વાગ્યે શ્રી હરિકોટા દ્વીપ પર સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરનાં લૉન્ચપેડ-2થી લૉન્ચ કર્યો. કાર્ટોસેટ-3 સેટેલાઇટ પીએસએલવી-સી47 રૉકેટથી છોડ્યો. કાર્ટોસેટ-3 પૃથ્વીથી 509 કિલોમીટરની ઊંચાઈ પર ચક્કર લગાવશે.

કાર્ટોસેટ-3 પોતાની સીરીઝનો નવમો સેટેલાઇટ છે. કાર્ટોસેટ-3નો કેમેરો એટલો શક્તિશાળી છે કે તે અંતરિક્ષમાં 509 કિલોમીટરની ઊંચાઈથી જમીન પર 1 ફૂટથી પણ ઓછી ઊંચાઈ સુધીની સ્પષ્ટ તસવીર લઇ શકશે. એટલે કે તમારા કાંડા પર રહેલી ઘડિયાળનો સમય પણ જોઇ શકશે.

કાર્ટોસેટ-3નો કેમેરો એટલો શક્તિશાળી છે કે સંભવિત રીતે અત્યાર સુધી આટલી સટીકતાવાળો કેમેરો કોઈ દેશે લૉન્ચ નથી કર્યો. અમેરિકાની ખાનગી સ્પેસ કંપની ડિઝિટલ ગ્લોબનો જિયોઆઈ-1 સેટેલાઇટ 16.14 ઇંચની ઊંતાઈ સુધીની તસવીર લઇ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.