મહારાષ્ટ્ર સરકાર અને રેલવે મંત્રાલય વચ્ચે વિવાદ થંભતો નજર નથી આવી રહ્યો, રેલવેએ મંગળવારે આરોપ લગાવ્યો કે રાજ્ય સરકાર યાત્રિકો અંગે માહિતી આપી રહીં નથી, જે કારણે ઘણી શ્રમિક વિશેષ ટ્રેનોનું સંચાલીત થઇ શક્તી નથી.કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલે ટ્વીટ કર્યું કે રેલવેએ મંગળવારે 145 ટ્રેનો દોડાવવાની યોજના બનાવી હતી, પરંતું ત્રણ વાગ્યા સુધી માત્ર 13 ટ્રેનો જ દોડી શકી, કેમ કે યાત્રિકો ઓછા હતાં.
મહારાષ્ટ્ર સરકારનાં અનુરોધ પર રેલવેએ 145 જેટલી શ્રમિક વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરી, આ ટ્રેનો સવારથી તૈયાર છે, તેમણે મહારાષ્ટ્ર સરકારને અનુરોધ કર્યો કે તે સંપર્ણ સહકાર આપે જેથી પ્રવાસી મજુરોને તેમના ઘર સુંધી પહોંચાડવામાં આવે, અને તે માટે આ તમામ મજુરોને સ્ટેશન સુધી પહોંચાડવામાં આવે અને તેમાં મોડુ ન કરે, તેનાથી નેટવર્ક અને યોજના પ્રભાવિત થશે.
રેલવેએ મહારાષ્ટ્રથી મજુરોને મોકલવા માટે 125 મજુરોની યોજના બનાવી હતી પરંતું રાજ્ય સરકારે મોડી રાત્રે બે વાગ્યા સુધી માત્ર 41 ટ્રેનો માટે જ જાણકારી આપી શકી, રેલવે દ્વારા જારી એક નિવેદનમાં તે કહેવામાં આવ્યું છે, આ 41 ટ્રેનોમાંથી માત્ર 39 ટ્રેનો જ દોડાવી શકાઇ અને બે રદ્દ કરવી પડી.
તે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બપોરે 12 વાગ્યા સુધી 25 ટ્રેનો રવાના કરવાની યોજના હતી પરંતું કોઇ પ્રવાસી મજુર ન હોવાથી ટ્રેન રવાના થઇ ન શકી, પહેલી ટ્રેનમાં યાત્રિકોને બેસાડવાનું કામ બપોરે સાડા બાર વાગ્યા સુધી શરૂ થઇ શકી.
રેલવેનાં જણાવ્યા મુજબ 68 ટ્રેનો ઉત્તરપ્રદેશ, 27 બિહાર, 41 પશ્ચિમ બંગાળ,તથા છત્તીશગઢ, રાજસ્થાન,ઝારખંડ,ઉત્તરાખંડ અને કેરળ માટે 1-1 ટ્રેન તથા ઓડિશા અને તમિલનાડું 2-2 ટ્રેન ચલાવવાની યોજના છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગોયલ અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે રાજકીય નિવેદનબાજી ચાલી રહી છે. અને રાજ્યનો આરોપ છે કે તેને પુરતી ટ્રેનો ફાળવવામાં આવી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.