નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીને લઇ કેન્દ્ર સરકારને ઘેરવા નીકળેલી કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશી થરૂર પોતે જ ફસાઇ ગયા. થરૂરે કેરલના કોઝિકોડમાં થઇ રહેલ પ્રદર્શનને લઇ ટ્વીટ કરી જેમાં તેમણે પાક અધિકૃત કાશ્મીર (PoK) અને અક્સાઇ ચીનને ભારતનો હિસ્સો દેખાડ્યો નહીં. પોતોની આ ટ્વીટ બાદ થરૂર ટ્રોલ થવાના શરૂ થઇ ગયા છે અને ભાજપે તેમના પર નિશાન સાંધ્યું છે. વધતા વિવાદ બાદ શશી થરૂરે પોતાની વિવાદાસ્પદ ટ્વીટને ડિલીટ કરી દીધી.
થરૂરે એક અન્ય ટ્વીટ કરી કહ્યું કે હું મારી પહેલાંની પોસ્ટને બદલી રહ્યો છું જે માત્ર નકશાને જ નહીં પરંતુ દેશના લોકોને ખોટું દેખાડી રહ્યો હતો. હું ભાજપ ટ્રોલને વધુ મુદ્દો આપવા માંગતો નથી. જો કે થરૂરે શુક્રવારે મોડી રાત્રે એક ટ્વીટ કરી કહ્યું કે તેઓ ગઇકાલે કેરળ કોંગ્રેસને કોઝિકોડમાં થનાર પ્રદર્શનનું નેતૃત્વ કરશે. તમામનું સ્વાગત છે. આ ટ્વીટની સાથે શશી થરૂરે એક પ્રદર્શનનું પોસ્ટર પણ ટ્વીટ કર્યું જેમાં જિલ્લા કોંગ્રેસ કમિટીના કોઝીકોડના કાર્યક્રમ અંગે કહ્યું હતું. આ પોસ્ટરમાં ભારતનો એક નકશો બનાવ્યો જેમાં પીઓકેને ભારતનો હિસ્સો ગણાવતો દેખાડ્યો નહોતો.
ભાજપે પણ અધૂરા નકશાને લઇ થરૂર પર પ્રહારો કર્યા છે. ભાજપના પ્રવકતા સાંબિત પાત્રાએ ટ્વીટ કરી થરૂરને માફી માંગવા માટે કહ્યું. તેમણે લખ્યું કે આવું કેમ છે શશિ થરૂર કે તમારી પાર્ટી અને તમારા વર્કર જે ભારતના નકશાની જાહેરાત કરી રહ્યા છે, તેને અધૂરો કેમ રાખ્યો છે…શું આ કોંગ્રેસનું ભારતને તોડવાનું, ભાગલા અને બર્બાદ કરવાનો આઇડિયા છે? શું થરૂરે ભારતની પ્રતિષ્ઠા ઓછી કરવા માટે માફી માંગવી જોઇએ નહીં?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.