મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકારનો શપથગ્રહણ સમારોહ 28 નવેમ્બરે યોજાયો એના એક દિવસ પહેલાં 27 નવેમ્બરે મહારાષ્ટ્ર એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ બોમ્બે હાઇકોર્ટની નાગપુર ડિવિઝન બેન્ચ સમક્ષ કરેલા એફિડેવિટમાં અજિત પવારને કરોડો રૂપિયાના સિંચાઈ કૌભાંડમાં ક્લીનચીટ આપી દીધી હતી.
1999થી 2012 દરમિયાન મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીના શાસનકાળ વખતે અજિત પવાર સિંચાઈપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન હતા એ સમયે આશરે સિંચાઈ યોજનાઓમાં 70,000 કરોડ રૂપિયાનાં કૌભાંડનો આક્ષેપ થયો હતો અને 2014માં દેવેન્દ્ર ફડણવીસ સરકારે આ સંદર્ભમાં એસીબીને તપાસ કરવા આદેશ આપ્યો હતો. અજિત પવાર પર આરોપ હતા કે તેમણે સિંચાઈના પ્રોજેક્ટમાં બજેટ વધારવા મંજૂરી આપી હતી અને ટેન્ડરો મંજૂર કરવામાં ગેરરીતિ આચરવામાં આવી હતી.
એસીબીના સુપરિન્ટેન્ડેન્ટ રશ્મિ નાંદેકરે 27 નવેમ્બરે 16 પાનાના કરેલા એફિડેવિટમાં કહ્યું હતું કે આ કૌભાંડમાં અજિત પવારને જવાબદાર ઠરાવી શકાય નહીં. વિદર્ભ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન અજિત પવાર અથવા જળ સંસાધન મંત્રીને વિવિધ એજન્સીઓ દ્વારા આચરવામાં આવેલાં કૃત્યો માટે જવાબદાર ઠરાવી શકાય નહીં, કારણ કે તેમની તરફથી કોઈ કાનૂની ડયૂટી નિભાવવામાં આવી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.