શું આવી રીતે હરાવીશું કોરોનાને? અમિત ચાવડાના વીડિયોએ તંત્ર અને ગુજરાત સરકારની પોલ ખોલી

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એક વીડિયો ટ્વીટ કરીને દર્દીઓની હાલત ઉજાગર કરતાં ચકચાર મચી છે. આ વીડિયોમાં લોકોએ સિવીલ હોસ્પિટલ દ્રારા અપૂરતી સેવાઓ મળતી હોવાની વાત વહેતી મુકી છે. એક તરફ ગુજરાત કોરોનાના કેસના મુદ્દે હવે ત્રીજા સ્થાને આવી ગયું છે ત્યારે બીજી તરફ વિકાસશીલ ગુજરાતનો આ વીડિયો સરકારની પોલ ખોલી રહ્યો છે.
બે દિવસ પહેલાં અહીં 25 લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું જેઓ પોઝીટીવ સામે આવ્યા હતા. આજે ત્રણ વાગ્યાથી સિવિલ હોસ્પિટલની નીચે એકધારી રાહ જોવા છતાં કોઈ આવ્યું નહોતું. વીડિયોમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે કોઈ યોગ્ય જવાબ નથી આપી રહ્યું અને તોછડાઈપૂર્વક વાતો કરવામાં આવી રહી છે. આ વીડિયો બનાવી દર્દીઓ સરકારના કાને વાત પહોંચે અને તેમને તાત્કાલિક સારવાર મળે આ માટે બનાવી રહ્યા છે. વીડિયોનું વજન એટલા માટે વધી જાય છે કારણ કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્રારા શેર કરવામાં આવ્યો છે.

અમિત ચાવડાએ ટ્વીટ કરી લખ્યું કે, શું આપણે આવી રીતે કોરોનાને હરાવી શકીશું? તેમણે વડાપ્રધાન મોદી અને વિજય રૂપાણીને ટેગ કરીને લખ્યું કે, થાળી, તાળી અને દીવાની વાતોથી બહાર આવો. તેમજ નીતિન પટેલને ટેગ કરી લખ્યું કે, એસી ઓફિસમાંથી બહાર આવી ગુજરાતમાં દર્દીઓની આ સ્થિતિ જુઓ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.