શું અમેરિકાને નીચું દેખાડવા ચીને જાણી જોઈને બનાવ્યો હતો કોરોના વાયરસ..?

– વાયરસનું નિર્માણ ચીનનો સૌથી મોંઘો અને ગોપનીય પ્રોજેક્ટ હતો

– વાયરસ લેબમાં બનાવાયો હોવાનો આરોપ દબાવવા વુહાનના પશુ બજારમાંથી ફેલાયો હોવાની અફવા ફેલાવી

 

ઘણા લાંબા સમયથી વિશ્વમાં કોરોના વાયરસ ફેલાવવા પાછળ ચીનનો હાથ હોવાનું માનવામાં આવે છે અને અમેરિકા સહિત અનેક દેશો તેને ચીનની એક ચાલ માની રહ્યા છે. ત્યારે હવે અમેરિકાની એક ચેનલે પણ આ ધારણાની પૃષ્ટિ કરી છે. અમેરિકી ચેનલ ફોક્સ ન્યૂઝે કરેલા દાવા પ્રમાણે ચીને એક ખાસ ઉદ્દેશ્યથી વુહાનની લેબમાં આ વાયરસ તૈયાર કર્યો હતો. તેના દ્વારા ચીન પોતાના વૈજ્ઞાનિકો કોઈ રીતે અમેરિકી વૈજ્ઞાનિકોથી પાછળ નથી તેવું સાબિત કરવા માંગતુ હતું.

આ ઉપરાંત વાયરસ બનાવીને ચીન પોતે આવા ખતરનાક વાયરસ બનાવી શકે છે અને અમેરિકાની સરખામણીએ આ મહામારીનો સામનો વધુ સારી રીતે કરી શકે છે તેમ સાબિત કરવા માંગતુ હતું. ચેનલે કરેલા દાવા પ્રમાણે આ વાયરસ બનાવવા માટે ચીને ઘણી મોટી રકમનો ખર્ચો કર્યો છે અને તે ચીનનો અત્યાર સુધીનો સૌથી મોંઘો અને ગોપનીય પ્રોજેક્ટ હતો.

ચીને આખી દુનિયાને ગેરમાર્ગે દોરવા અને લેબમાં વાયરસ બનાવાયો હોવાનો આરોપ દબાવી દેવા માટે વુહાનના પશુ બજારમાંથી વાયરસ ફેલાયો હોવાની અફવા ફેલાવી હતી પરંતુ સૂત્રોનું માનીએ તો તે બજારમાં ચામાચીડિયાઓનું વેચાણ નહોતું થતું. હકીકતે ચીન આ વાયરસ દ્વારા અમેરિકા અને ઈટાલીને નિશાન પર લેવા માંગતું હતું.

અમેરિકી રાષ્ટ્રપતિએ તાજેતરમાં જ તેઓ વુહાનની લેબમાંથી વાયરસ કેવી રીતે દુર્ઘટનાવશ ફેલાયો તે જાણીને રહેશે તે અર્થનું નિવેદન આપ્યું હતું. તે સિવાય અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ પણ ચીને વાયરસ કેવી રીતે ફેલાયો તે જણાવવું પડશે તેમ કહ્યું હતું. ટ્રમ્પના આરોપ બાદ પોતાને નિર્દોષ સાબિત કરવા માટે ચીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નિવેદનનો સહારો લીધો હતો જેમાં વાયરસ વુહાનની લેબમાં તૈયાર થયો હોવાનો કોઈ પુરાવો નથી તેમ કહેવામાં આવ્યું .

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.