- ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્ષ 2014માં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા બાદ પાર્ટીનો ઝડપથી વિસ્તાર થયો. બીજેપીએ વર્ષ 2014માં કેન્દ્રમાં સરકાર બનાવી અને પછી કેટલાય રાજ્યોમાં બીજેપીની સરકાર બની. ત્યાર બાદ વર્ષ 2017 સુધી આવતા-આવતા બીજેપી ભારતના 71 ટકા આબાદી પર ભાજપનું પ્રભુત્વ હતું.
આ બધુ વડાપ્રધાન મોદીનો જાદુ અને બીજેપી અધ્યક્ષ અમિત શાહની રાજકીય રણનીતિનું પરિણામ હતું. અત્યાર સુધી 17 રાજ્યામાં એનડીએની સરકાર છે. 13માં ભાજપ અને 4માં સહયોગી દળોની સાથે સીએમ છે. (ભાજપ તામિલનાડુમાં સરકારની સાથે, પરંતુ ધારાસભ્ય એક પણ નથી)
દેવેન્દ્ર ફડણવીસ પર હાલમાં માછલાં ધોવાઈ રહયાં છે. ભાજપની માત્ર મહારાષ્ટ્રમાં હાર નથી થઈ પણ કોંગ્રેસને એક નવી સંજીવની મળી મળી ગઈ છે. એનડીએનું 2017માં 71 ટકા વસતી પર શાસન હતું. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં સત્તા હોવાને પગલે દેશની 71 ટકા આબાદી પર ભાજપનું પ્રભુત્વ હતું. મિઝોરમ અને સિક્કીમ પણ એનડીએના ખાતામાં આવતાં 17 રાજ્યોમાં એનડીએની સરકાર બની હતી. જેમાં 13 રાજ્યોમાં ભાજપ અને 4 રાજ્યોમાં સહયોગી દળો સાથે ગઠબંધનની સરકાર હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.