સૂત્રોના હવાલે એકદમ ચોંકાવનારો ખુલાસો થયો છે. જે મુજબ કોરોના વાયરસને તૈયાર કરવાની પ્રક્રિયા ભારતની ધરતી પર થઈ હતી. જેમાં ચીનની સાથે ભારત અને અમેરિકાના વૈજ્ઞાનિકો પણ સામેલ હતાં. જો કે ભારતીય વૈજ્ઞાનિકોને અંધારામાં રાખીને દગાથી સેંપલિંગ કરવામાં આવ્યું હતું.
નાગાલેન્ડમાં ગુપ્ત રિસર્ચ
એવા ખબર છે કે ઉત્તર પૂર્વ રાજ્ય નાગાલેન્ડમાં ચીનના વૈજ્ઞાનિકોએ ગુપ્ત રિસર્ચ બનાવ્યું. જે ત્યાંના કિફિરે જિલ્લાના મિમી ગામમાં હતું. અહીંના 18થી 50 વર્ષના લગભગ 85 લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું. એવો દાવો છે કે નાગાલેન્ડના આ ગામમાં ખુબ જ ગોપનીય રીતે આ અભ્યાસ હાથ ધરાયો. જેનો હેતુ એ હતો કે શું માણસોની ઈમ્યુન પણ વાયરસ સામે લડવામાં ચામાચિડીયા જેટલી વિકસિત કરી શકાય છે ખરા?
આ કારણસર નાગાલેન્ડના મિમી ગામની થઈ હતી પસંદગી
હકીકતમાં નાગાલેન્ડનું મિમી ગામ ચીનની સરહદની ખુબ નજીક છે. આ વિસ્તારના જંગલોમાં એવા આદિવાસીઓ રહે છે જે ચામાચિડીયાનો શિકાર કરે છે અને તેને ભોજનમાં પણ ઉપયોગમાં લે છે. એવું કહેવાય છે કે આ આદિવાસીઓની ઈમ્યુન સિસ્ટમ પણ ચામાચિડીયાની જેમ જ વાયરસ સામે લડવામાં ખુબ મજબુત હોય છે. જેથી કરીને ચીને મિમી ગામમાં રિસર્ચ કરવાનું નક્કી કર્યું. આ માટે તેણે અમેરિકા અને ભારતના કેટલાક વૈજ્ઞાનિકોને એમ કહીને તૈયાર કર્યાં કે આ અભ્યાસથી ખતરનાક વાયરસનો મુકાબલો કરવાની ટેક્નોલોજી વિક્સિત કરી શકાય છે.
નાગાલેન્ડના મિમી ગામ વિસ્તારમાં સેકડોની સંખ્યામાં ચામાચિડીયા આવે છે અને અત્યાર સુધીના રિસર્ચમાં એ સાબિત થયું છે કે ચામાચિડીયા પોતે જરાય પ્રભાવિત થયા વગર ઈબોલા, સાર્સ કે પછી કોરોના વાયરસને પોતાના શરીરમાં લાંબો સમય સુધી રાખી શકે છે. આથી દાવો કરાય છે કે આ અભ્યાસનો હેતુ માણસની ઈમ્યુનને ચામાચિડીયા જેટલી વિક્સિત કરવાનો હતો.
અમેરિકી રક્ષા મંત્રાલય દ્વારા કરાયું ફંડિંગ
સૂત્રોના હવાલે જાણકારી મળી છે કે ચીને આ કામ માટે એટલો જબરદસ્ત પ્લાન બનાવ્યો હતો કે તેણે આ રિસર્ચમાં અમેરિકા અને સિંગાપુરના વૈજ્ઞાનિકોને પણ સામેલ કર્યા હતાં. એટલું જ નહીં આ કામમાં અમેરિકી રક્ષા મંત્રા3લયની ડિફેન્સ થ્રેટ રિડક્શન એજન્સી એટલે કે DTRAના ફંડનો પણ ઉપયોગ થયો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.