શું કોરોના વાયરસનુ કારણ આગળ ધરી સમેટી લેવાશે શાહીનબાગના ધરણા?

દિલ્હીના શાહીનબાગમાં 83 દિવસથી  સીએએના વિરોધમાં ચાલી રહેલા ધરણા હવે કોરોના વાયરસનુ કારણ આગળ ધરીને ખતમ કરી દેવાની હિલચાલ થઈ રહી છે. રસ્તો રોકીને બેઠેલા પ્રદર્શનકારીઓની માંગ છે કે, સરકાર સીએએનો કાયદો પાછો લે અને એ પછી જ અમે અહીંથી હટીશું.જોકે કેન્દ્ર સરકાર પ્રદર્શનકારીઓને ભાવ આપવાના મૂડમાં દેખાતી નથી.
15 ડિસેમ્બરથી શરુ થયેલા ધરણામાં જોકે હવે છેલ્લા કેટલાક દિવસોથી બહુ ઓછા લોકો દેખાઈ રહ્યા છે.જોકે ધરણા ચાલુ છે.સુપ્રીમ કોર્ટે કરેલી દરમિયાનગીરીની કોઈ અસર પડી નથી.
જોકે હવે છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસે કરેલા પગપેસારાના પગલે શાહીનબાગના દેખાવકારોને ડર લાગવા માંડ્યો છે અ્ને આ કારણને આગળ ધરીને પ્રદર્શન ખતમ કરવાની યોજના છે. સરકારે પણ કોરોના વાયરસને લીધે લોકોને તકેદારીના ભાગરુપે ભીડભાડવાળી જગ્યાઓ પર એકત્રિત નહી થવા માટે કહ્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.