શું દેશમાં આવશે કોરોનાની વધુ એક લહેર? વધતા જતા કેસો વચ્ચે નિષ્ણાંતોએ આપી વોર્નિંગ…

Corona Virus India Latest News : યુએસ અને દક્ષિણ કોરિયા સહિત ઘણા દેશોમાં કોવિડના કેસોમાં વધારો વચ્ચે શુક્રવારે એક નિષ્ણાતે કહ્યું કે, ભારતે કોવિડની વધુ એક લહેર માટે તૈયાર રહેવું

Corona Virus India : કોરોના વાયરસને લઈ સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં યુએસ અને દક્ષિણ કોરિયા સહિત ઘણા દેશોમાં કોવિડના કેસોમાં વધારો વચ્ચે શુક્રવારે એક નિષ્ણાતે કહ્યું કે, ભારતે કોવિડની વધુ એક લહેર માટે તૈયાર રહેવું જોઈએ. અમેરિકાના 25 રાજ્યોમાં કોવિડનો ચેપ વધી રહ્યો છે. દક્ષિણ કોરિયામાં પણ કોવિડના કેસ વધી રહ્યા છે.

ભારતમાં કોવિડ-19ના 908 નવા કેસ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર આ વર્ષે જૂન અને જુલાઈ વચ્ચે ભારતમાં કોવિડ-19ના 908 નવા કેસ અને બે મૃત્યુ નોંધાયા છે. શિવ નાદર યુનિવર્સિટી નોઈડાના વાઈરોલોજિસ્ટ પ્રોફેસર દીપક સહગલે કહ્યું કે, વાયરસ ચોક્કસપણે ફરીથી ઉભરી આવ્યો છે. કોવિડનો તાજેતરનો પ્રકોપ કેપી વેરિઅન્ટને કારણે થયો છે જે ઓમિક્રોન વેરિઅન્ટથી સંબંધિત છે.

ભારતમાં કોરોનાના સક્રિય કેસ 279

નોંધનિય છે કે, ભારતમાં સ્થિતિ ગંભીર નથી પરંતુ આપણે તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવું પડશે. ભારતમાં KP.2 પહેલીવાર ડિસેમ્બર 2023માં ઓડિશામાં મળી આવ્યો હતો. દરમિયાન ભારતના ઘણા રાજ્યોમાં કોવિડના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોનાના 279 સક્રિય કેસ છે. અગાઉ કોરોનાની બે લહેરમાં લાખો લોકોના મોત થયા હતા.

Mpoxને લઈ WHOનું નિવેદન

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસ માને છે કે, આફ્રિકામાં એમપોક્સ ફાટી નીકળતા આગામી છ મહિનામાં રોકી શકાય છે. તેમણે શુક્રવારે કહ્યું કે રસીની પ્રથમ બેચ થોડા દિવસોમાં કોંગો પહોંચશે. કોંગોમાં એમપોક્સના સૌથી વધુ કેસ છે. WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસે કહ્યું કે, અમે માનીએ છીએ કે અમે આગામી છ મહિનામાં એમપોક્સના પ્રકોપને રોકી શકીશું. છેલ્લા કેટલાક અઠવાડિયામાં Mpox ચેપ ઝડપથી વધી રહ્યો છે, પરંતુ પ્રમાણમાં ઓછા મૃત્યુ થયા છે. ગેબ્રેસસે એમ પણ કહ્યું કે બુરુન્ડી, રવાન્ડા, કેન્યા, યુગાન્ડા, સ્વીડન અને થાઈલેન્ડમાં દર્દીઓની ઓળખ કરવામાં આવી છે.

Mpox ચેપી વાયરલ રોગ

નોંધનીય છે કે કોંગોમાં આ વાયરસ ફાટી નીકળ્યા પછી, WHO એ આ મહિને ફરી MPOX ની સ્થિતિને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી તરીકે જાહેર કરી છે. અગાઉ જુલાઈ 2022માં MPOX ને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી. Mpox એક ચેપી વાયરલ રોગ છે. તેના લક્ષણોમાં ફોલ્લીઓ, ફોલ્લા, તાવ, શરીરમાં દુખાવોનો સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.